બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ISCKON sues Menka Gandhi with 100 crores defamation notice after her controversial allegations on the institution

પડકાર / મેનકા ગાંધીને ISKCON તરફથી 100 કરોડની માનહાનિની નોટિસ, કહ્યું 'ન્યાય માટે કોઇ જ કસર નહીં છોડીએ'

Vaidehi

Last Updated: 04:02 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સાંસદ મેનકા ગાંધીએ હાલમાં ISKCON પર અનેક ગંભીર આરોપો મૂક્યાં હતાં જે બાદ ISKCONએ આ આરોપોને નિરાધાર જણાવી મેનકા ગાંધીને 100 કરોડની માનહાનિની નોટિસ મોકલી છે.

  • ISKCON પર મેનકા ગાંધીએ લગાડ્યાં હતાં ગંભીર આરોપ
  • ઈસ્કોને મેનકા ગાંધીને 100 કરોડની માનહાનિની નોટિસ મોકલી
  • ગૌસંરક્ષણનાં મુદે મેનકા ગાંધીએ કરી હતી ટિપ્પણી

હાલમાં જ સોશિયલ મીડિયા પર મેનકા ગાંધીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તેમણે ISKCON પર કસાઈઓને ગાય વેંચવાનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં ISKCON(ઈંટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા)ને દેશની સૌથી મોટી દગાબાજ સંસ્થા પણ જણાવી હતી. જોકે ઈસ્કોને આ તમામ આરોપોને નિરાધાર ગણાવ્યાં છે અને મેનકા ગાંધીને 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ પણ મોકલી છે.

'ભક્તો આ આરોપોથી દુ:ખી છે...'
ISKCON કોલકત્તાનાં ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે, ઈસ્કોનનાં ભક્ત, સમર્થક આ અપમાનજનક, નિંદનીય અને દુર્ભાવનાપૂર્ણ આરોપોથી અત્યંત દુ:ખી છે. અમે ઈસ્કોન વિરોધી ભ્રામક પ્રચારની સામે ન્યાય મેળવામાં કોઈ કસર નહીં છોડીએ'

મેનકા ગાંધીએ શું આરોપો લગાડ્યાં હતાં?
હાલમાં મેનકા ગાંધીનાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં મેનકાએ કહ્યું કે," ઈસ્કોન ગૌશાળાઓ સ્થાપિત કરે છે. તેના માટે સરકાર પાસેથી જમીનનાં ટુકડાઓ લે છે અને અસીમિત લાભ પણ કમાય છે." તેમણે દાવો કર્યો હતો કે તે હાલમાં આંધ્રપ્રદેશમાં ઈસ્કોન અનંતપુર ગૌશાળાની મુલાકાતે હતી ત્યાં એક પણ ગાય સારી સ્થિતિમાં નહોતી. તેમણે કહ્યું કે," ગૌશાળામાં કોઈ વાછરડું નહોતું. જેનો અર્થ થાય છે કે એ તમામને વેંચી દેવાયું છે." મેનકાએ વીડિયોમાં આગળ કહ્યું કે," ISKCON પોતાની તમામ ગાયો કસાઈઓને વેંચી રહ્યું છે. આ પ્રકારનું કામ તેમનાથી વધારે કોઈ નથી કરતું. આ એ જ લોકો છે જે રોડ પર 'હરે રામ હરે કૃષ્ણાનો જાપ' કરે છે અને કહે છે તેમનું સંપૂર્ણ જીવન દૂધ પર નિર્ભર છે."

ISKCONએ આરોપોને નિરાધાર જણાવ્યાં
ISKCONએ મેનકા ગાંધીનાં આરોપોને ખોટાં અને નિરાધાર જણાવ્યાં હતાં. સંસ્થા તરફથી કહેવામાં આવ્યું હતું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીનાં નિવેદનોથી તેઓ ચિંતિત છે. ઈસ્કોનનાં રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે કહ્યું કે," ઈસ્કોને દુનિયાનાં અનેક ભાગોમાં ગૌસંરક્ષણનું કામ હાથે લીધું છે ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં ગૌમાંસ મુખ્ય આરાહ હોય છે. તેમણે કહ્યું કે વર્તમાનમાં ઈસ્કોનની ગૌશાળામાં જે ગાયો છે તેમાં વધારે પડતી ગાયોને ત્યાગી દેવાઈ છે અથવા તો ઘાયલ થયા બાદ અહીં મોકલવામાં આવી છે. કેટલીક એવી પણ છે જેને હત્યાથી બચાવ્યાં બાદ અમારી પાસે મોકલવામાં આવ્યું હતું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ