બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Is this England? It is India, it is Bihar, Nitish Kumar took the attack of English speaking officer

ફિટકાર / VIDEO: આ શું ઇંગ્લેન્ડ છે? ભારત છે, બિહાર છે, તો....: English બોલનાર અધિકારીનો નીતિશ કુમારે લીધો ઉધડો

Priyakant

Last Updated: 10:15 AM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારી ખેતી અને ખેડૂતો માટે મોટા પાયે કિસાન સમાગમ કાર્યક્રમમાં અધિકારીએ English ભાષણ આપતા CM નીતિશ કુમારે કહ્યું આજની ​​પેઢી પોતાનો હિન્દી શબ્દ ભૂલી ગઈ છે

  • મુખ્યમંત્રી નીતિશ કુમાર કાર્યક્રમ દરમિયાન અધિકારીઓનો ઉઘડો લીધો 
  • English બોલનાર અધિકારીનો નીતિશ કુમારે લીધો ઉધડો
  • આ શું ઇંગ્લેન્ડ છે? ભારત છે, બિહાર છે, તો હિન્દીમાં વાત કરો: નીતિશ કુમાર

બિહારની રાજધાની પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર એક કાર્યક્રમ દરમિયાન અધિકારીઓનો ઉઘડો લીધો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, પટનામાં કિસાન સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારી અંગ્રેજી બોલતા મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુસ્સે થઈ ગયા હતા. નીતીશ કુમારે મંચ પરથી જ ઓફિસર ક્લાસ લઈ લીધો અને કહ્યું, 'આ શું ઈંગ્લેન્ડ છે ? ભારત નથી, હિન્દી બોલવામાં શું વાંધો છે'. તેમણે અધિકારીઓને હિન્દીમાં વાત કરવાની સલાહ આપી.
 
હકીકતમાં બિહારના પટનાના બાપુ ઓડિટોરિયમમાં સારી ખેતી અને ખેડૂતો માટે મોટા પાયે કિસાન સમાગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ કૃષિ વિષય પર પ્રવચનો આપી રહ્યા હતા અને તેમના ભાષણ દરમિયાન મોટાભાગે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા. 

શું કહ્યું નીતિશ કુમારે ? 
અધિકારીને ઠપકો આપતાં નીતિશ કુમારે કહ્યું કે, આજની ​​પેઢી પોતાનો હિન્દી શબ્દ ભૂલી ગઈ છે, અમને નવાઈ લાગે છે, ખેતી સામાન્ય માણસ કરે છે, તમને અહીં સૂચનો આપવા બોલાવવામાં આવ્યા છે, એટલે તમે અડધું અંગ્રેજી બોલો છો. શું આ ઈંગ્લેન્ડ છે ? આ ભારત છે, અને આ બિહાર છે. નારાજગી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આજકાલ આપણે જોઈ રહ્યા છીએ, મૂળ વાત જાળવો, તમે લોકો નિષ્ણાત છો, પહેલા તમે ખૂબ સારી રીતે બોલતો હતા પણ હવે બધુ મોબાઈલ ઉપર જ થઈ ગયું છે. 

CM ભકડ્યાં અને કહ્યું હિન્દી બોલવામાં શું તકલીફ ? 
CM નીતિશ કુમારે લેક્ચર આપનાર વ્યક્તિને અધવચ્ચે જ રોકીને કહ્યું, 'કૃપા કરીને તમારા રાજ્યની ભાષામાં બોલો, બધા મોબાઈલમાં જોવા લાગ્યા છે અને જૂની ભાષા ભૂલી ગયા છે. તમે નવા શબ્દો બોલી રહ્યા cho અને જૂની વાતો ભૂલી રહ્યા છો. આ સાથે જ મુખ્યમંત્રીએ સ્ટેજ પર  કૃષિ વિભાગના મહિલા અધિકારીઓને પણ કહ્યું કે, 'અમે મહિલાઓની પણ દેખરેખ રાખીએ છીએ. જેમને અમે આજીવિકાથી લાવ્યા છીએ, આ ખૂબ જ ખોટું છે, અમે અધિકારીઓને પણ કહીશું, આ જુઓ તેમને આવા શબ્દોનો ઉપયોગ ન કરો. મૂળ વાત તો એ ચાલુ રાખવાની છે, તમે બધા એક્સપર્ટ છો, પહેલા તમે બહુ સારું બોલતા હતા, હવે તમે બધા મોબાઈલ ઉપર જ થઇ ગયા છો.  

આ સાથે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, એક વાત જાણી લો કે, હવે મુશ્કેલ છે કે 100 વર્ષથી પણ આપણે પૃથ્વી પર જીવી શકીએ. જેને અંગ્રેજીમાં બોલવું હોય તેણે અલગથી અંગ્રેજી બોલવું જોઈએ, જેને હિન્દીમાં બોલવું હોય તેણે અલગથી હિન્દી બોલવું જોઈએ, સ્થાનિક ભાષામાં અલગ રીતે બોલો. પણ ફક્ત અંગ્રેજી, તમારો મતલબ શું છે ?  વિશ્વમાં એક જ ભાષા છે અંગ્રેજી ? જેણે ભારત પર રાજ કર્યું તેથી જ આ બધી બાબતો પર ધ્યાન આપો, આ મારું સૂચન છે, જો તમે સંમત હોવ તો તે ઠીક છે, જો તમે નથી, તો પછી તમે જે કરવા માંગો છો તે કરો જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી અમે તમારા હિતમાં કામ કરવાનું ચાલુ રાખીશું. નીતીશ કુમાર દ્વારા અટકાવવા પર લેક્ચર આપી રહેલા વ્યક્તિએ તેમની પાસે માફી માંગી અને હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ