બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Is there a conspiracy of terror attack being hatched in the states including Gujarat-Kashmir?

એલર્ટ / શું ગુજરાત-કાશ્મીર સહિતના રાજ્યોમાં ઘડાઇ રહ્યો છે આતંકી હુમલાનું ષડયંત્ર? સામે આવ્યું હમાસ કનેક્શન!

Priyakant

Last Updated: 11:07 AM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lashkar-e-Taiba Planning India Attack News: સૂત્રોનું કહેવું છે કે, ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે સરહદી વિસ્તારમાં ડ્રોનની દેખરેખ વધારવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓને કોઈપણ ઉડતી વસ્તુને મારવાના આદેશો મળ્યા

  • ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ
  • લશ્કર-એ-તૈયબા કરી રહ્યું છે ગુજરાત-કાશ્મીરમાં હુમલાનું આયોજન ? 
  • સુરક્ષા કર્મચારીઓને કોઈપણ ઉડતી વસ્તુને મારવાના આદેશો

Lashkar-e-Taiba Planning India Attack : ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. વાત જાણે એમ છે કે, 7 ઓક્ટોબરે ઇઝરાયેલમાં નાગરિકોની હત્યા કરનાર હમાસ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. એવા અહેવાલ છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર તેના આતંકવાદીઓને હમાસ દ્વારા કરવામાં આવેલા નરસંહારના વીડિયો બતાવીને ભારત માટે તૈયાર કરી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓને તેના ઇનપુટ મળ્યા છે.

આ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે હમાસના લડવૈયાઓ મોટરાઈઝ્ડ ગ્લાઈડર અને હેન્ડ ગ્લાઈડરનો ઉપયોગ કરીને ઈઝરાયેલમાં પ્રવેશ્યા. લશ્કરે આવા હુમલાઓ માટે કેટલાક ભારે ડ્રોન પણ ખરીદ્યા છે, જે એક વ્યક્તિને લઈ જઈ શકે છે. આને મેન લિફ્ટિંગ ડ્રોન કહેવામાં આવે છે. કેટલાક હેંગ ગ્લાઈડર પણ ખરીદવામાં આવ્યા છે.
 
તો શું ગુજરાત-કાશ્મીરમાં હુમલાનું આયોજન ? 
આશંકા છે કે, લશ્કર ગુજરાત, રાજસ્થાન, કાશ્મીર અને પંજાબમાં હમાસ જેવા હુમલા કરી શકે છે. તેથી સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે સુરક્ષા એજન્સીઓને સૂચના આપી છે કે, આવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જારી કરાયેલ SOPનું કડકપણે પાલન કરે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે, લશ્કર પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદી કેમ્પોમાં હમાસના વીડિયોનો પ્રચાર કરી રહ્યું છે, જેથી આતંકવાદીઓ હમાસની હુમલાની રણનીતિ સારી રીતે જાણી શકે.

ઉડતી વસ્તુઓને ઠાર કરવાનો આદેશ
સૂત્રોનું કહેવું છે કે, ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે સરહદી વિસ્તારમાં ડ્રોનની દેખરેખ વધારવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓને કોઈપણ ઉડતી વસ્તુને મારવાના આદેશો મળ્યા છે. સરહદી વિસ્તારોમાં રડાર દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

File Photo

લશ્કર-એ-તૈયબાની રચના ક્યારે થઈ ? 
લશ્કર-એ-તૈયબા એ દક્ષિણ એશિયાના સૌથી મોટા ઈસ્લામિક આતંકવાદી સંગઠનોમાંનું એક છે. હાફિઝ મુહમ્મદ સઈદે 1990માં અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં તેની સ્થાપના કરી હતી. હાફિઝ હાલમાં પાકિસ્તાનના લાહોરથી લશ્કરનું સંચાલન કરે છે. આ સંગઠને મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. જનરલ પરવેઝ મુશર્રફના લશ્કરી શાસન હેઠળ 12 જાન્યુઆરી, 2002ના રોજ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ મે 2005માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI પર લશ્કરને ફંડિંગ અને હાફિઝ સઈદને આશ્રય આપવાનો આરોપ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ