બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / is Khakhi Vardhi to openly bully? Bullying of policeman caught on CCTV in Surat
Vishal Khamar
Last Updated: 09:09 PM, 4 June 2023
ADVERTISEMENT
સુરતનાં વરાછા વિસ્તારમાં દુકાનદાર દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. તે દરમ્યાન અચાનક PCR વાનમાં આવેલ પોલીસકર્મી દ્વારા તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે પોલીસ કર્મી દ્વારા ગાડીમાંથી ઉતરી દંડો લઈ દુકાનદારને માર મારતો સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી હતી. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા લોકોમાં પોલીસ કર્મી વિરૂદ્ધ રોષ જોવા મળ્યો હતો.
Surat News: સુરત પોલીસની દાદાગીરી સામે આવી, વરાછા પોલીસે દુકાનદારને માર્યો માર, સમગ્ર ઘટના CCTVમાં કેદ#gujarat #surat #vtvgujarati pic.twitter.com/UuJZ2Amhk1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 4, 2023
ADVERTISEMENT
દુકાનદારને માર મારવાની ઘટના CCTVમાં કેદ
અવાર નવાર પોલીસ કર્મી દ્વારા રાત્રીનાં સમયે દુકાનદારો તેમજ લારી વાળાને માર મારવાનાં કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતનાં વરાછામાં બન્યો છે. જેમાં દુકાન બંધ કરીને જઈ રહેલ શખ્સને પીસીઆર વાનમાંથી ઉતરેલ પોલીસ કર્મી દ્વારા વાતચીત કર્યા બાદ લાકડી ફટકારવાનું શરૂ કરી દેતો સ્પષ્ટ CCTV માં દેખાય છે. ત્યારે હવે આ બાબતે સુરત પોલીસ કમિશ્નર દ્વારા કોઈ પગલા લેવાય છે કે કેમ તે જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.