બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Is Hanumanji deaf or what Adipurush film director om raut old tweet goes viral

બૉલીવુડ / 'હનુમાનજી બહેરા છે કે શું...?' : Adipurush ફિલ્મના ડાયરેક્ટરનું જૂનું ટ્વિટ થઈ ગયું વાયરલ, લોકો બરાબરના ગુસ્સે થયા

Megha

Last Updated: 01:18 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે. ફિલ્મ પર રામાયણના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે એવામાં વિવાદો વચ્ચે નેટીઝન્સને ઓમ રાઉતનું એક જૂનું ટ્વીટ મળ્યું છે

  • ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે
  • ફિલ્મ પર રામાયણના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ
  • વિવાદો વચ્ચે નેટીઝન્સને ઓમ રાઉતનું એક જૂનું ટ્વીટ મળ્યું છે

ઓમ રાઉતની રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે. જો કે હાલ ફિલ્મ પર રામાયણના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો અને દ્રશ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ પણ છે જેના પર ફેન્સ ખૂબ નારાજ છે. આ સાથે જ હાલ પ્રભાસ અભિનીત ફિલ્મ હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે તેવો આરોપ લગાવીને તેના બહિષ્કારની માંગ કરવામાં આવી રહી છે. એવામાં તમામ વિવાદો વચ્ચે નેટીઝન્સને ઓમ રાઉતનું એક જૂનું ટ્વીટ મળ્યું છે, જેમાં લોકો હનુમાન પરની તેમની ટિપ્પણી માટે તેમની નિંદા કરી રહ્યા છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઓમ રાઉતની આ ટ્વીટ વર્ષ 2015ની છે. રાઉત દ્વારા કથિત રીતે કરવામાં આવેલ આ ટ્વિટમાં લખ્યું છે કે, 'શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા મકાનની આસપાસના લોકો એવું વિચારે છે. ખાસ કરીને હનુમાન જયંતિ પર જ્યારે લોકો મોટેથી ગીતો વગાડે છે.

ઓમ રાઉતની આ જૂની વાયરલ ટ્વીટએ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે. તેના જવાબમાં એક યુઝરે લખ્યું છે કે, 'ઓમ રાઉત જી, ધર્મને બિઝનેસ બનાવવાનું બંધ કરો.' બીજાએ લખ્યું છે કે, 'આ વ્યક્તિ દરેક ક્ષણે તેના રંગ અને નિવેદનો બદલે છે.' 

ઓમ રાઉતનું વાયરલ ટ્વીટ જોઈને અન્ય એક યુઝરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને લખ્યું, 'હિંદુ દેવી-દેવતાઓ પર આવા વિચારો ધરાવતા લોકો રામાયણ પર સારી ફિલ્મ બનાવવાની આશા કેવી રીતે રાખી શકીએ? આદિપુરુષ આપણા ઈતિહાસને વિકૃત કરવા અને યુવા પેઢીને તેમના મૂળથી અલગ કરવાનું બોલિવૂડનું સ્પષ્ટ ષડયંત્ર છે.

તમામ વિરોધ છતાં 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના દિવસે 86.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, તેણે બીજા દિવસે 60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે ટીકાઓ વચ્ચે, એવા સમાચાર પણ છે કે ઘણા લોકો બુક કરેલી ટિકિટો પણ કેન્સલ કરી રહ્યા છે, જે નિર્માતાઓને મોટો ફટકો આપી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ