બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Iron man Sardar Patel's 148th birth anniversary today, had a special relationship with Karmabhoomi Ahmedabad, read known and unknown stories about 'Sardar'

એકતા દિવસ / લોખંડી પુરુષ સરદાર પટેલની આજે 148મી જન્મજયંતિ, કર્મભૂમિ અમદાવાદ સાથે હતો ખાસ નાતો, વાંચો જાણી-અજાણી અ'સરદાર' વાતો

Vishal Khamar

Last Updated: 07:30 AM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરદાર પટેલ 5મી જાન્યુઆરી 1917માં દરિયાપુર વોર્ડમાંથી પ્રથમ વખત AMCની પેટા ચૂંટણી લડયા હતા

  • 31 ઓક્ટોબર લોકંડી પુરુષનો જન્મદિવસ
  • ભારતને સમૃદ્ધ બનાવવામાં લોખંડી ભૂમિકા 
  • રાજકીય કારકિર્દીની અમદાવાદથી કરી હતી શરૂઆત

31 ઓક્ટોબર એટલે કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયતિ. આપણે સરદાર પટેલેને લોંખડી પુરુષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે ઓળખીએ છીએ. પરંતુ ભાગ્યે જ મોટા ભાગના લોકો જાણતા હશે કે, લોખંડી પુરુષ સરદાર પટેલનો અમદાવાદ સાથે પણ અનેરો નાતો છે. સરદાર પટેલની જન્મ જયંતિ પર આજે આપને સરદાર પટેલના અમદાવાદ સાથેના જોડાણ, અમદાવાદના વિકાસમાં કરેલા યોગદાન તેમજ અમદાવાદ મનપા ચૂંટણી થકી કરેલી રાજકીય કારકિર્દીની શરૂઆતથી પણ પરિચિત કરાવીએ. 

31 ઓક્ટોબર, 1875ના રોજ થયો હતો જન્મ
આ એજ દિવસ છે જ્યારે દેશમાં લોખંડી પુરુષ સરદાર પટેલનો જન્મ થયો હતો. ત્યારે આજ લોખંડી પુરુષના જન્મદિવસ પર તેમના અમદાવાદ સાથેના નાતા અંગે પણ આજે લોકોને જણાવવાનો સમય છે. કારણ કે, દેશને આઝાદ કરાવવામાં અનોખું યોગદાન આપનાર સરદાર પટેલની કર્મભૂમિ અમદાવાદ રહ્યું છે.એટલું જ નહીં સરદાર પટેલે રાજકીય કારકિર્દીની શરૂઆત પણ અમદાવાદથી જ કરી હતી. જોકે દેશની આઝાદી માટે લોકોને જગાડનાર સરદારે પોતાના જીવનમાં ક્યારેય પાછા વળીને નથી જોયું. આઝાદીની લડાઈમાં તેમણે અંગ્રેજો સામે બે મોટા આંદોલન બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. સરદાર આજે પણ આપણા માટે પ્રેરણા છે.કારણ કે, તેણે ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ દેશને એક કરવામાં પણ ખુબ મોટી ભૂમકિા ભજવી હતી. રાજા-રજવાડાને ભારતમાં જોડવાનું કામ કર્યું હતું. આમ સરકારની અનેક યાદો છે જેની ચર્ચા કરીએ એટલી ઓછા છે.

રાજકીય સફર
વાત અમદાવાદ સાથેના સરદારના નાતાની કરીએ તો.  સરદાર પટેલ 5મી જાન્યુઆરી 1917માં અમદાવાદના દરિયાપુર વોર્ડમાંથી   પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી લડયા હતા. જેમાં 1 મતથી તેમનો રોમાંચક વિજય થયો હતો. જોકે ત્યાર બાદ કોર્ટે આ ચૂંટણી રદ કરી હતી. જોકે ત્યાર બાદ 14 મે 1917થી 31 માર્ચ 1919 સુધી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.   ત્યાર બાદ તેઓ 1924માં અમદાવાદ મ્યુનિસિપાર્ટીમા ફરી એક વાર કોગેસમાંથી દરિયારપુર વોર્ડ ચૂંટણી જીત્યા હતા. અને 1924 થી 1927 સુધી સરદાર પટેલ અમદાવાદના મેયર પદે રહ્યા હતા. તે અરસામાં અમદાવાદ 12 દરવાજા વચ્ચે વોલ સિટીની ઓળખ ધરાવતું હતું. મેયર બન્યા બાદ સરદાર પટેલે વિકાસ કામો થકી અમદાવાદને નવા રંગરૂપ આપ્યા.જેમાં તેમણે આરોગ્ય માટે V.S.હોસ્પિટલ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ તેમજ 12 દરવાજા બહારના અમદાવાદના વિસ્તાર માટે અનોખું યોગદાન આપ્યું.   

સૌથી મોટા સરદાર
સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદને તો એક નવી ઓળખ આપી જ. પરંતુ તેની સાથે-સાથે દેશની આઝાદીથી લઈને ભાગલા બાદ દેશનો ર્ભો કરવામાં પણ પોતાના પ્રાણી રેડી દીધા. તેમના યોગદાર આપણા દેશ પર એટલા છે કે, એક સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નહીં લાખો સ્ટેચ્યૂ ઓફ યૂનિતી તેમના માન-સમ્માનમાં બનાવીએ તો પણ ઓછા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રિય અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવા માં આવ્યું હતું અને ત્યાર થી સમગ્ર દેશ અને દુનિયા માં સરદાર પટેલના નામની ચર્ચા થઇ રહી છે.  આજે જ્યારે ફરી એક વખત 31 ઓક્ટોબર 2020 એટલે કે ભારતનાં લોખંડી પુરુષ સરદાર સાહેબનો જન્મ દિવસનો અવસર આવી ગયો છે ત્યારે સરદાર સાહેબનાં જન્મ સ્થળ નડિયાદ ને કેવી રીતે ભુલી શકાય.  

સરદાર વલ્લભભાઇ પટેલનું મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ