બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / iron folate rich food vitamin a and c raise hemoglobin count

હેલ્થ / 5 ઉપાયથી લોહીના કણે કણમાં ભરાઈ જશે હિમોગ્લોબિન, નસ-નસમાં ફૂંકાઈ જશે પ્રાણ, આ બીમારીથી મળશે છુટકારો

Bijal Vyas

Last Updated: 11:15 AM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમોગ્લોબિન ઓક્સિજનની સાથે બોન્ડ બનાવી લે છે અને ઓક્સિજનને રિલીઝ કરે છે.

  • હિમોગ્લોબિન ઓક્સિજનની સાથે બોન્ડ બનાવી લે છે અને ઓક્સિજનને રિલીઝ કરે છે
  • ત્વાચામાં પીળાશ, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, છાતીમાં દુખાવો, હાખ-પગનું ઠંડુ પડવુ, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે
  • વેસ્ટ મટિરિયલ એટલે કે કાર્બોહાઇડ્રેટને શરીરમાંથી બહાર કાઢે છે

લોહી આપણા શરીરનો મુખ્ય આધાર છે, લોહીના માધ્યમથી જ આખા શરીરના અંગમાં પોષક તત્વ, હોર્મોન, ગેસ વગેરે પહોંચે છે અને વેસ્ટ મેટેરિયલ શરીરથી બહાર કાઢે છે. લોહીમાં હાજર હિમોગ્લોબિન લોહી માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. હિમોગ્લોબિનનું મહત્વ અંદાજ એનાથી લગાવી શકાય છે કે આ જીવનના કારણે સૌથી જરુરી ઓક્સિજનને શરીરમાં પહોંચાડે છે અને તે અંગોના વેસ્ટ મટિરિયલ એટલે કે કાર્બોહાઇડ્રેટને શરીરમાંથી બહાર કાઢે છે. હિમોગ્લોબિનના કારણે શરીરનું તાપમાન બેલેન્સ રહે છે. હિમોગ્લોબિન ઓક્સિજનની સાથે બોન્ડ બનાવી લે છે અને ઓક્સિજનને રિલીઝ કરે છે. 

લોહીમાં જો હિમોગ્લોબિનની ઉણપ થાય તો તેની સીધી અસર ઓક્સિજનના સપ્લાય પર પડે છે, અને અંગોમાં ઓક્સિજન પહોંચવાનું ઓછુ થાય છે. જો શરીરમાં ઓક્સિજન ના પહોંચે તો તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જી, હાં હિમોગ્લોબિનની ઉણપના કારણે એનીમિયાની બીમારી થઇ શકે છે. તેનાથી શરીરમાં હંમેશા થાક અને કમજોરી રહે છે. ત્વાચામાં પીળાશ, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, છાતીમાં દુખાવો, હાખ-પગનું ઠંડુ પડવુ, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યા થાય છે. પ્રેગ્નેન્ટ મહિલાઓમાં જો એનીમિયા હોય તો આ પેટમાં રહેલા બાળકને નુકશાન પહોંચાડી શકે છે. તેનાથી નસોમાં તાકાત પણ ઓછી થતી જાય છે. જેનાથી કોઇ કામ કરવામાં થાકનો અનુભવ થાય છે. તે માટે જ્યારે તમને હિમોગ્લોબિનની ઉણપ જણાય તો ડાયેટમાં આ વસ્તુઓને સામેલ કરો, હિમોગ્લોબિનમાં વધારો થશે. 

શરીરમાં કેટલુ હિમોગ્લોબિન હોવુ જોઇએ? 
એક સ્વસ્થ્ય પુરુષમાં 13.5 ગ્રામ પ્રતિ ડેસીલિટર હિમોગ્લોબિન હોવુ જોઇએ, જ્યારે એક સ્વસ્થ્ય મહિલામાં 12 ગ્રામ હિમોગ્લોબિન પ્રતિ ડેસીલિટર લોહી હોવુ જોઇએ. તેમાં ઓછુ થવા પર એનિમિયાની બીમારી થઇ શકે છે. 

હિમોગ્લોબિનને વધારવા માટે: 
1.આયર્ન વાળી વસ્તુ ખાવોઃ
જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો આયર્નની પૂર્તિ કરવા માટે આ વસ્તુનું સેવન કપવુ જોઇએ. ઓર્ગેન મીટ, ફૂલાવર,કેળા, પાલક, ફણસી, કોબીજ, મસૂરની દાળ, ટોફૂ, ફોર્ટિફાઇડ સેરેલ્સનું સેવન કરવાથી આયર્નની માત્રામાં વધારો થાય છે. 

2. ફોલેટ પણ જરુરીઃ ફોલેટ એટલે વિટામીન બી, જે હેમના પ્રોડક્શનને વધારે છે. હેમ આરબીસીનો એક ભાગ છે. જેનાથી હિમોગ્લોબિન બને છે. જ્યારે તમારા શરીરમાં ફોલેટ રહેતુ નથી તો હિમોગ્લોબિનની કોશિકા પરિપકવ થતી નથી. તેનાથી હિમોગ્લોબિન કોઇ કામ કરતુ નથી. ફોલેટ માટે પાલક, લીલા વટાણા, એવેકાડો, મસૂરની દાળ, ભાત, રાજમા વગેરેનું સેવન કરવુ જોઇએ. 

3. આયર્ન એબ્જોબ્સર્નને વધારેઃ આયર્નને વધારવા માટે પોતાના ડાયેટમાં આ વસ્તુઓને સામેલ કરો પરંતુ આયર્ન લોહીમાં રોકાતુ નથી તેથી તેને ખાવાનો કોઇ ફાયદો નથી. શરીમાં આયર્નના એવશોષણ અથવા એબ્જોબ્સર્સન ત્યારે જ થશે જ્યારે શરીરમાં પહેલેથી વિટામિન સી પર્યાપ્ત માત્રામાં હશે. વિટામિન સી આયર્નના એબ્જોબ્સર્નને વધારી લે છે. વિટામિન સી માટે સાઇડ્રસ ફ્રૂટ, સ્ટ્રોબેરી, લીંબુ, સંતરા, લીલા પાનની ભાજીનું સેવન કરો. 

4. વિટામિન એઃ વિટામિન એ આયર્નના એબ્જોબ્સર્સને વધારે છે. તમે ફિશ દ્વારા વિટામિન એની પ્રાપ્તિ કરી શકો છો. તે ઉપરાંત ગાજર, વિંટર સ્ક્વેશ, શકક્કરીયા વગેરેમાંથી વિટામિન એ મેળવી શકો છો. 

5. આયર્ન સપ્લિમેન્ટઃ ડાયેટથી આયર્નની ઉણપ પૂરી થતી નથી તે આયર્ન સપ્લિમેન્ટમાંથી લઇ શકાય છે. જો કે વધારે આયર્ન સપ્લિમેન્ટ લઇ નુકશાન કારક હોઇ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ