ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
માઉનન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલસ્ટેશન છે. તે પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. મોનસુનમાં આ જગ્યાની સુંદરતા વધુ વધી જાય છે. માઉન્ટ આબુ નજીકનું હિલસ્ટેશન હોવાથી વીકએન્ડમાં પણ ત્યાં જઇ શકો છો. ચોમાસામાં આ જગ્યાની સુંદરતા અનેકગણી વધી જાય છે.
ADVERTISEMENT

અરવલ્લીના પહાડો પર વસેલી આ જગ્યા પોતાના હર્યાભર્યા જંગલો, ઝરણા અને મંદિરો માટે જાણીતી છે. હવે માઉન્ટ આબુ ફરવા માટે આઇઆરસીટીસીએ ટુર પેકેજની જાહેરાત કરી છે. આઇઆરસીટીસીએ માઉન્ટઆબુના પ્રવાસ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજમાં એક દિવસનું મિનિમમ ભાડુ 1305 રુપિયા પ્રતિવ્યક્તિ છે. એક દિવસની ટ્રીપમાં તમે સુંદર માઉન્ટઆબુ ફરવા સાથે દેલવાડાના દેરા અને ગુરુશિખરની સેર પણ કરી શકશો.
ADVERTISEMENT

પેકેજ મુજબ તમારો પ્રવાસ માઉન્ટઆબુ રેલ્વેસ્ટેશનથી શરુ થશે. તેમાં સ્ટેશનથી તમને એસી ગાડીમાં માઉન્ટઆબુમા સાઇટસીઇંગ, સ્ટેશન એરપોર્ટ કે બસસ્ટેન્ડ પર ડ્રોપની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ પેકેજમાં સિંગલ ઓક્યુપન્સીનો ખર્ચ 3900 રુપિયા પ્રતિવ્યક્તિ છે. તે ડબલ ઓક્યુપન્સીમાં તમને 1955 રુપિયામાં પડશે. ટ્રિપલ ઓક્યુપન્સી માટે તમારે 1305 રુપિયા ચુકવવા પડશે. આ પેકેજ તમે આઇઆરસીટીસીની વેબસાઇટમાંથી બુક કરાવી શકો છો અને સસ્તા ભાવે માઉન્ટઆબુની સેર કરી શકો છો.
ADVERTISEMENT

આ પેકેજમાં તમારુ માઉન્ટઆબુ જવા આવવાનું ભાડુ સામેલ નથી. ખાવા અને રોકાવાનો ખર્ચ પણ આ પેકેજમાં સામેલ નથી. આ પેકેજમા સામેલ વિગતો જાણવા માટે તમે આઇઆરસીટીસીની સાઇટ પર ક્લિક કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો