બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL player Rajat Patidar will go to England for surgery, BCCI will bear all the expenses

ક્રિકેટ / સર્જરી માટે જશે ઇંગ્લેન્ડ જશે IPL ખેલાડી રજત પાટીદાર, BCCI ઉઠાવશે તમામ ખર્ચ

Megha

Last Updated: 11:49 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રજત પાટીદાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં નથી પણ તે એક ટાર્ગેટેડ ખેલાડી છે એટલે BCCI સુનિશ્ચિત કરશે કે તેને શ્રેષ્ઠ સારવાર મળે

  • રજત પાટીદારની સર્જરીનો તમામ ખર્ચ બીસીસીઆઈ ઉઠાવશે
  • રજત પાટીદારને ડાબી એડી પર સર્જરીની જરૂર પડશે
  • તેને વર્ષ 2022માં RCB માટે પ્લેઓફમાં શાનદાર સદી ફટકારી હતી 

IPL 2023ની શરૂઆતમાં જ RCB પ્લેયર રજત પાટીદારની ઈજાના સમાચાર સામે આવ્યા હતા અને મધ્યપ્રદેશના આ સ્ટાર ક્રિકેટરને આઈપીએલની આખી સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું. જણાવી દઈએ કે મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે રજત પાટીદારને ડાબી એડી પર સર્જરીની જરૂર પડશે અને હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

વાત એમ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ કહ્યું છે કે તે રજત પાટીદારની સર્જરીનો તમામ ખર્ચ ઉઠાવશે અને બીસીસીઆઈના એક અધિકારીએ આ જાણકારી આપી.

આ સાથે જ એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે BCCI રજત પાટીદારને સર્જરી માટે ઈંગ્લેન્ડ મોકલશે. હવે અંહિયા એક વાત એ છે કે રજત પાટીદાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં નથી પણ તે એક ટાર્ગેટેડ ખેલાડી છે એટલે BCCI સુનિશ્ચિત કરશે કે તેને શ્રેષ્ઠ સારવાર મળે. તેને થોડા દિવસ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે ડેબ્યુ કરી શક્યો નહોતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ એક નિવેદનમાં કહ્યું, “દુર્ભાગ્યથી રજત પાટીદાર એડીની ઈજાને કારણે IPL 2023માંથી બહાર થઈ ગયો છે અને અમને આશા છે કે રજત જલ્દી સ્વસ્થ થઈ જાય. સાથે જ અમે આ પ્રક્રિયામાં તેમનો સાથ આપીશું. જણાવી દઈએ કે રજત પાટીદાર એ જ ખેલાડી છે, જેણે વર્ષ 2022માં RCB માટે પ્લેઓફમાં શાનદાર સદી ફટકારી હતી.

રજત થોડા દિવસો પહેલા નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગલુરુમાં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. તેઓ NCA ખાતે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ હતા. હાલમાં તે પોતાના ઘરે છે અને ઈંગ્લેન્ડ જવા માટે તેના વિઝાની રાહ જોઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ