બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Sanju Samson fined 12 lakhs rupees for slow over rate

CSK vs RR / ધોનીને હરાવવામાં સંજુએ કરી હતી આ ભૂલ, થયો લાખો રૂપિયાનો દંડ

Megha

Last Updated: 09:57 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને એક ભૂલ કરી હતી અને આ ભૂલને કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

  • ધીમી ઓવર રેટ બદલ રાજસ્થાન રોયલ્સને દંડ ફટકારવામાં આવ્યો
  • કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો
  • RCBને પણ ધીમી ઓવર રેટ માટે દંડ ફટકાર્યો હતો 

રાજસ્થાન રોયલ્સે ગઇકાલે એટલે કે બુધવારે રાત્રે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 3 રને જીત મેળવી હતી. પણ વાત એમ છે કે આ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને એક ભૂલ કરી હતી અને આ ભૂલને કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. 

રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો
જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ ટીમ CSK સામે નિર્ધારિત સમયમાં 20 ઓવરનો પોતાનો ક્વોટા પૂરો કરી શકી ન હતી અને એ કારણે ધીમી ઓવર રેટના લીધે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ટીમની આ પહેલી ભૂલ હતી જેના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે જો રાજસ્થાન બીજી વખત આવી ભૂલ કરે છે તો અન્ય ખેલાડીઓને પણ નુકસાન ઉઠાવવું પડી શકે છે.

ધીમી ઓવર રેટ બદલ રાજસ્થાન રોયલ્સને દંડ ફટકારવામાં આવ્યો
નોંધનીય છે કે આ વિશે IPL એ પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે, 'બુધવારે ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની 17મી મેચમાં ધીમી ઓવર રેટ બદલ રાજસ્થાન રોયલ્સને દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ IPL આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટને લગતી આ ભૂલ ટીમની પહેલી ભૂલ હોવાથી કેપ્ટન સંજુ સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.'

RCBને પણ ધીમી ઓવર રેટ માટે દંડ ફટકાર્યો હતો 
જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ IPLમાં ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારનાર બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના (RCB)કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કે RCB લખનૌ સુપર જાયન્ટ્સ સામે ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી. 

CSK vs RR મેચ હતી રોમાંચક 
નોંધનીય છે ગઇકાલે રમાયેલ CSK vs RR ઘણી રોમાંચક હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જોસ બટલરની અડધી સદીના પર રાજસ્થાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 175 રન બનાવી શકી હતી, જો કે આ સ્કોર સામે ચેન્નાઈ 20 ઓવરમાં માત્ર 172 રન જ બનાવી શકી હતી. જણાવી દઈએ કે ધોની અને રવિન્દ્ર જાડેજાની જોડીએ અંતમાં ટીમને જીત અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહી હતી અને RR એ આ મેચ 3 રને જીતી લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ