બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 royal challengers bangalore player rajat patidar out of ipl 2023 due to injury

IPL 2023 / IPLની શરૂઆતમાં જ કોહલીને RCBને 440 વૉલ્ટનો ઝટકો! આ સ્ટાર પ્લેયર ટૂર્નામેન્ટની બહાર, ઈજાના કારણે લેવાયો નિર્ણય

Arohi

Last Updated: 12:51 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajat Patidar Out Of IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો લાગ્યો છે. આરસીબીને પોતાની આગામી મેચ કોલકતા નાઈટ રાઈડર્સ સામે રમવાની છે. આ પહેલા જ ટીમના સ્ટાર પ્લેયર રજત પાટીદારને ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો વારો આવ્યો છે.

  • કોહલીની RCBને સૌથી મોટો ઝટકો 
  • રજત પાટીદાર ઈજાના કારણે ટૂર્નામેન્ટથી બહાર 
  • નાઈટ રાઈડર્સ સામે રમાશે આગામી મેચ 

IPL 2023 સીઝન હજુ શરૂ થયે એક અઠવાડીયુ પણ નથી થયું અને ખેલાડીઓનો ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. હવે વિરાટ કોહલીની ટીમ રાયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર પ્લેયર રજત પાટીદાર ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. 

ગુજરાત ટાઈટન્સને પણ મોટો ઝટકો 
આ પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટનસી વાળા ગુજરાત ટાઈટન્સને એક મોટો ઝટકો લાગ્યો હતો. ટીમના સ્ટાર પ્લેયર અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ઈજાના કારણે ટૂર્નામેન્ટતી બહાર થઈ ચુક્યા છે. હવે આવો જ એક મોટો ઝટકો ડુ પ્લેસિસની કેપ્ટનસી વાળા આરસીબીને લાગ્યો છે. 

RCB ફ્રેન્ચાઈઝીએ ટ્વીટ કરીને આપી આ જાણકારી 
કોહલી RCBના પૂર્વ કેપ્ટન રહ્યા છે. RCBએ આ સીઝનમાં અત્યાર સુધી એક મેચ રમી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ આરસીબી ટીમને પોતાની બીજી મેચ કોલકતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ રમવાની છે. આ મેચ 6 એપ્રિલે કોલકતામાં જ કમાશે. 

RCB ફ્રેન્ચાઈઝીએ કર્યું ટ્વીટ
કોલકતા વિરૂદ્ધ મહત્વની મેચ પહેલા RCBને આ મોટો ઝટકો લાગ્યો છે. આ વાતની જાણકારી આપતા RCB ફ્રેન્ચાઈઝીએ જ ટ્વીટ કર્યું છે. આરસીબીએ ટ્વીટમાં લખ્યું, "દુર્ભાગ્યથી એડીમાં ઈજાના કારણે રજત પાટીદાર આઈપીએલ 2023 સીઝનથી બહાર થઈ ગયા છે. આશા કરીએ છીએ કે જલ્દી જ તે સાજા થઈ જશે. કોચ અને મેનેજમેન્ટે અત્યાર સુધી રજતનું રિપ્લેસમેન્ટ નક્કી નથી કર્યું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ