બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: Rohit Sharma looked disappointed after the defeat against RCB

IPL 2023 / RCB વિરૂદ્ધ કારમો પરાજય થતા રોહિત શર્મા નિરાશ, જણાવ્યું મેચમાં ભૂલ થવા પાછળનું કારણ

Megha

Last Updated: 10:26 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલની મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી હરાવ્યું હતું અને આ એકતરફી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો સાથે જ તેને હારનું કારણ પણ જણાવ્યું હતું.

  • મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી હરાવ્યું હતું
  • હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો
  • ટીમના બોલરોએ મેચમાં સારી બોલિંગ કરી ન હતી - રોહિત શર્મા 

આઈપીએલ 2023 ની પાંચમી મેચ 2 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જણાવી દઈએ કે બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 7 વિકેટના નુકસાને 171 રન બનાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જણાવી દઈએ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2 વિકેટના નુકસાને આ રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. આ એકતરફી હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો અને મેચ બાદ ટીમની હારનું કારણ પણ જણાવ્યું હતું. 

ટીમના બોલરોએ મેચમાં સારી બોલિંગ કરી ન હતી
રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સની હાર માટે ટીમની બોલિંગને જવાબદાર ગણાવી હતી. પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, 'મેચની શરૂઆત સારી નહોતી રહી. પણ તિલક વર્માનો પ્રયાસ સારો હતો. જો કે ટીમના બોલરોએ મેચમાં સારી બોલિંગ કરી ન હતી અને સાથે જ અમે પણ સારી બેટિંગ કરી ન હતી. પિચ બેટિંગ માટે અનુકૂળ હતી. તિલક વર્માએ કેટલાક શોટ માર્યા હતા જે સારા હતા પરંતુ અમે અમારી ક્ષમતા મુજબ ટીમે બેટિંગ ન કરી. 

બુમરાહ વિના રમવાની આદત પડી ગઈ છે
જ્યારે રોહિત શર્માને જસપ્રીત બુમરાહ વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કર, 'છેલ્લા 6-8 મહિનાથી મને બુમરાહ વિના રમવાની આદત પડી ગઈ છે. જે વસ્તુઓ આપણા નિયંત્રણમાં નથી તે આપણે નિયંત્રિત કરી શકતા નથી. બાકીના લોકો પણ ટેલેન્ટેડ છે ભલે ઘણા લોકો IPL રમ્યા નથી. આ એમની સિઝનની પહેલી મેચ હતી, હજુ ઘણું સારું જોવા મળશે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ