ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 rcb vs srh if royal challengers bangalore lose against hyderabad csk and lsg will qualify for playoffs
ADVERTISEMENT
ADVERTISEMENT
IPL 2023ના લીગ તબક્કાનું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધી માત્ર ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. હજુ ત્રણ ટીમો ક્વોલિફાય થવાની બાકી છે જેના માટે ટીમો વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. આ માટે સાત ટીમોની વચ્ચે કાંટાની ટક્કર છે. જેમાં સૌથી વધારે કાંટાની ટક્કર આરસીબી અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે બે ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. ફક્ત એટલું જ નહીં આ ટીમો મેચ રમ્યા વગર ક્વોલિફાય થઈ શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય છે, મેચ રમ્યા વગર કોઈ ટીમ કેવી રીતે પ્લોઓફમાં ક્વોલિફાય થઈ શકે. તો અહીં નીચે વાંચી લો કે આ ટીમો મેચ રમ્યા વગર કેવી રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે.

ADVERTISEMENT
RCB હારે તો આ 2 ટીમોને થશે ફાયદો
આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. ત્યારે કોઈપણ સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આજની મેચ જીતવી પડશે, તો જ પ્લેઓફની રેસમાં RCBની સ્થિતિ મજબૂત થશે. જો આવું ન થાય તો તેને અન્ય ટીમોના મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. પરંતુ જો આજે આરસીબી હારી જશે તો બે ટીમોને ફાયદો થશે. જો આજે હૈદરાબાદની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ હારી જાય છે તો ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ મેચ રમ્યા વગર જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકશે. કારણ કે આ બંને ટીમોના હાલ 15 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં આરસીબીની હારથી બે ટીમોની કિસ્મત ચમકી શકે છે.

ADVERTISEMENT
RCB પાસે હજુ પણ ઘણી સારી તક હશે
જો RCBની ટીમ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ હારી જાય છે, તો તેના સહિત મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ સહિતની ટીમો વચ્ચે જોરદાર કાંટાની ટક્કર થશે. કારણ કે આ મેચ બાદ પ્લેઓફમાં જવા માટે માત્ર એક જ સ્થાન બચશે અને ટીમો હશે પાંચ. જો મુંબઈ આજની મેચ હારી જાય છે અને આ ટીમો તેમની બાકીની એક-એક મેચ જીતી જાય છે, તો નેટ રન રેટના આધારે આ પાંચમાંથી માત્ર એક ટીમ આગલા રાઉન્ડ માટે એટલે કે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકશે. જોકે, RCB પાસે હજુ પણ ઘણી સારી તક હશે કારણ કે તેની ટીમનો નેટ રન રેટ આ ટીમો કરતા ઘણો સારો છે.
હૈદરાબાદના મેદાનમાં હજુ એક મેચ જીતી શકે છે RCB
હૈદરાબાદના મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં RCBનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. આરસીબીએ આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ સાત મેચ રમી છે, જેમાં તે માત્ર એક જ મેચ જીતી શકી છે. બાકીની છ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં RCBની સેના આ મેચમાં પોતાનો જૂનો રેકોર્ડ સુધારવા માંગશે.
સંકળાયેલા મુદ્દાઓ