બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 RCB Reece Topley has been ruled out of the entire IPL 16 season following an injury

IPL 2023 / શરમજનક હાર બાદ વધ્યું RCBનું ટેન્શન: આ ફાસ્ટ બૉલર થયો IPLમાંથી OUT, મુંબઇ ઇન્ડિયન્સને મળ્યા ગુડ ન્યુઝ

Megha

Last Updated: 09:14 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડના ડાબા હાથના ફાસ્ટ બોલર રીસ ટોપ્લી ઈજાગ્રસ્ત થયો હતો જે બાદ આ ખેલાડી IPL 16ની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ સામે મુંબઈ ઈન્ડિયન્સમાં આ ખેલાડીની એન્ટ્રી થઈ છે.

  • મેચમાં RCBનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો હતો
  • રીસ ટોપ્લી આખી સિઝનમાંથી બહાર થઈ ગયો
  • મુંબઈ ઈન્ડિયન્સમાં આ ખેલાડીની એન્ટ્રી 

IPL 2023 ની 9મી મેચમાં રોયલ ચેલેન્જર્સની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાઇ હતી. જણાવી દઈએ કે આ સિઝનની પહેલી જ મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું હતું પણ એ મેચમાં RCBનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો હતો. જો કે તેના કારણે આ ખેલાડી IPL 16ની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. 

રીસ ટોપ્લી આખી સિઝનમાંથી બહાર થઈ ગયો
ઈંગ્લેન્ડના ડાબા હાથના ફાસ્ટ બોલર રીસ ટોપ્લી મુંબઈ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને તેના ખભામાં ઈજા થઈ હતી. આ પછી રીસ ટોપ્લી આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. RCBના કોચ સંજય બાંગડે આ સમાચાર KKR અને RCBની મેચ દરમિયાન આપ્યા હતા નોંધનીય છે કે ટોપલી ઈજાગ્રસ્ત થયા બાદ ડેવિડ વિલીએ ટીમમાં તેનું સ્થાન લીધું છે.

મુંબઈ ઈન્ડિયન્સમાં આ ખેલાડીની એન્ટ્રી 
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રિલે મેરેડિથને પોતાની ટીમ માટે સાઈન કર્યો છે. જણાવી દઈએ કે 1.5 કરોડની રકમમાં આ ટીમમાં જોડાશે. ઈજાગ્રસ્ત જ્યે રિચર્ડસનની જગ્યાએ મેરેડિથને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈની ટીમમાં ઝડપી બોલરોની અછત છે અને મેરેડિથના આવવાથી તેમની બોલિંગ લાઈન અપ મજબૂત થશે.

ઈજાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે ખેલાડી
આ લીગની શરૂઆત પહેલા જ ઇજાગ્રસ્ત ખેલાડીઓ એ લગભગ દરેક ટીમને પરેશાન કરી હતી. આરસીબીના ખેલાડી રજત પાટીદાર અને જોશ હેઝલવુડની ઈજાગ્રસ્ત છે, તો ગુજરાત ટાઇટન્સના કેન વિલિયમસન પણ પહેલી જ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો. નોંધનીય છે કે જસપ્રિત બુમરાહ, શ્રેયસ અય્યર, મુકેશ ચૌધરી, ઋષભ પંત, જ્યે રિચર્ડસન જેવા ખેલાડીઓ પણ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ