બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 Naveen Ul Haq argument with virat kohli fight with shahid afridi gautam gambhir

IPL 2023 / 'બેટા તું પેદા થયો તેની પહેલાથી સદી ફટકારું છું...': કોહલી જ નહીં, આ ખેલાડી સાથે ઝઘડી ચૂક્યો છે નવીન

Arohi

Last Updated: 04:18 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Naveen Ul Haq Argument With Virat Kohli: હાલમાં વિરાટ કોહલી અને નવીનના ઝઘડાને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. એવામાં વિરાટ પહેલા અફરીદી સાથે પણ નવીનનો ઝઘડો થઈ ચુક્યો છે. આ મામલો ખૂબ ચર્ચામાં રહી ચુક્યો છે.

  • નવીન અને વિરાટના ઝગડાની સોશિયલ મીડિયા પર ચર્ચા 
  • વિરાટ કોહલી પહેલા અફરીદી સાથે પણ થયો હતો નવીનનો ઝઘડો 
  • જાણો શું હતો સમગ્ર મામલો

નવીન ઉલ હકનું નામ હાલ સતત ચર્ચામાં છે. લખનૌઉ સુપરજાયન્ટ્સના આ ખેલાડીએ મેચમાં ત્રણ વિકેટ લીધી પરંતુ તેમની ચર્ચા મેચના પ્રદર્શનને લઈને નહીં પરંતુ વિરાટ કોહલી સાથે થયેલા ઝઘડાના કારણે થઈ રહી છે. લખનૌઉ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચેની મેચમાં આ બન્ને પ્લેયર્સ વચ્ચે ખૂબ ઝઘડો થયો. 

 

નવીનનો પહેલા પણ થઈ ચુક્યો છે ઝઘડો 
જોકે 23 વર્ષિય આ અફગાની બોલર ઝઘડાને લઈને પહેલી વખત ચર્ચામાં નથી આવ્યા. આ પહેલા નવીન અને પાકિસ્તાની દિગ્ગજ શાહિદ અફરીદીની લડાઈ ખૂબ ચર્ચામાં આવી હતી. 

આફરીદી સાથે નવીનનો ઝઘડો 
વર્ષ 2020માં શ્રીલંકા પ્રીમિયર લીગની મેચમાં અફઘાનિસ્તાનના આ બોલરની પહેલા મોહમ્મદ આમિર અને પછી શાહિદ અફરીદી સાથે લડાઈ થઈ હતી. ગાલે ગ્લેડિએટર્સના 18માં ઓવરમાં ઓમિર બેટિંગ કરી રહ્યા હતા. આ સમયે નવીનના બોલ પર ચોગ્ગો માર્યો. 

જ્યાર બાદ બન્નેની મેદાન પર બહેસ થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈનિંગ પુરી થયા બાદ અફરીદીએ નવીનને આવીને કહ્યું, 'બેટા, તારા જન્મ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારી ચુક્યો છું.'

મેચ બાદ ફરી થયો હતો ઝઘડો 
મેચ બાદ હેંડશેક વખતે એક વખત ફરી અફરીદી અને નવીનમાં બહેસ થઈ હતી. તે સમયે અફરીદી ખૂબ જ ગુસ્સામાં નવીનને કંઈક બોલી રહ્યા હતા. જોરે આ સમયે તો મામસો શાંત થઈ ગયો પરંતુ બીજા દિવસે જ્યારે અફરીદી આ લડાઈને ટ્વીટર પર લઈને આવ્યા. હેન્ડશેક વખતનો બન્નેનો વીડિયો ટ્વીટ કર્યો. 
જેને રિટ્વીટ કરતા અફરીદીએ લખ્યું, "મારા યુવા ખેલાડીને સાધારણ સાલહ હતી. મેચ રમે અને અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરે. અફગાનિસ્તાન ટીમમાં મારા ઘણા મિત્ર છે અને અમારી વચ્ચે સારો સંબંધ છે. ટીમના સાથીઓ અને વિરોધિઓનું સન્માન સ્પોર્ટ્સ સ્પિરીટ છે."

અફરીદીના આ ટ્વીટ બાદ નવીન-ઉલ-હક પણ ચુપ ન હતા બેઠા અને તેમણે અફરીદીના ટ્વીટ પર કમેન્ટ કરતા લખ્યું, "હંમેશા સલાહ લેવા અને સન્માન આપવા તૈયાર છું. ક્રિકેટ જેન્ટલમેનની રમત છે. પરંતુ જો કોઈ કહે કે તમે અમારા પગની નીચે છો અને હંમેશા ત્યાં જ રહેશો તો તેનો મતલબ છે કે તે ફક્ત મારા નહીં પરંતુ અમારા દેશના લોકોના વિશે વાત કરી રહ્યા છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ