બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 ms dhoni against RR created highest viewership record

IPL 2023 / માહીની દિવાનગી...: MS Dhoni મેદાનમાં ઉતર્યો કે તરત જ મેચ જોનારાની સંખ્યામાં 50 લાખથી વધુનો ઉછાળો

Arohi

Last Updated: 03:05 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન MS ધોનીએ રાજસ્થાન રોયલ્સના વિરૂદ્ધ બેટિંગ કરતી વખતે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. MS ધોનીએ IPL 2023ની 17મી મેચમાં 17 બોલમાં અણનમ 32 રન બનાવ્યા.

  • MS ધોનીએ પોતાના નામે કર્યો રેકોર્ડ 
  • IPLની 17મી મેચમાં 17 બોલમાં અણનમ 32 રન બનાવ્યા
  • ધોનીના મેદાને ઉતરતાની સાથે વ્યુવર્સમાં 50 લાખથી વધુનો ઉછાળો 

MS ધોની ક્રિકેટ જગતમાં એક મોટુ નામ છે અને ફેંસના દિલમાં તેમની એક અલગ જ જગ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ ચુકેલા ધોની અત્યાર સુધી ફેંસના દિલમાં રાજ કરે છે. મેદાન કોઈ પણ હોય ધોની માટે ફેંસનો પ્રેમ ખાસ છે. 

2.2 કરોડ લોકોએ જોઈ ધોનીની બેટિંગ 
તેની પુષ્ટિ આઈપીએલ 2023ની 17મી મેચમાં થઈ જ્યારે આઈપીએલના ડિજિટલ પ્રસારણ કરનાર જીયો સિનેમા પર 2.2 કરોડ લોકોએ ધોનીને બોટિંગ કરતા જોયા. જ્યારે MS ધોની રાજસ્થાન રોયલ્સના સામે બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા ત્યાર વ્યૂઅરશિપનો અદ્ભૂત રેકોર્ડ બન્યો. 

ચેન્નાઈને સંભાળી 
ચેન્નાઈની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ ચેપૉક સ્ટેડિય પર સીધનની બીજી મેચ રમી રહી હતી. રાજસ્થાનની સામે તેમની ઈનિંગ બરાબર ન હતી અને એક સમય તેમણે 113 રન પર છ વિકેટ ગુમાવી દીધા હતા. 

પરંતુ ધોનીએ CSKની ઈનિંગને સંભાળી અને મુકાબલો ખૂબ જ રોમાંચક બનાવી દીધો. તે અંત સુધી ક્રિઝ પર ડટીને રહ્યા અને તે સમયે વ્યૂઅરશિપનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. 

પોતાનો જુનો અવતાર બતાવ્યો 
MS ધોનીએ પોતાનો જુનો અવતાર બતાવ્યો અને ફક્ત 17 બોલમાં એક ચોકો અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 32 રન બનાવ્યા. આ સમયે તેમણે રવીન્દ્ર જાડેજાની સાથે સાતમી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી. 

MS ધોની બસ છેલ્લા બોલ પર છગ્ગો લગાવાથી ચુકી ગયા અને એવામાં રાજસ્થાન રોયલ્સે ત્રણ રનથી મુકાબલો પોતાના નામે કર્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ