બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 MI vs GT suryakumar yadav fourth century in t20 cricket maiden hundred in ipl for mumbai indians

IPL 2023 / સૂર્યકુમાર યાદવે ફટકારી ચોથી સેન્ચુરી, IPLના ઈતિહાસમાં પહેલી વખત થયુ કંઈક આવું

Arohi

Last Updated: 11:05 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 MI vs GT Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ 49 બોલ પર અણનમ 103 રનોની ઈનિંગ રમી. તેની આ ઈનિંગમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગા શામેલ હતા.

  • સૂર્યકુમાર યાદવે અણનમ 103 રન ફટકાર્યા
  • ઈનિંગમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા 
  • ગુજરાત ટાઈટન્સ સામે 49 બોલ પર 103 રન લગાવ્યા 

IPL 2023ની 57મી મેચમાં એક વખત ફરી સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી છે. આ વખતે સૂર્યાના બેટે એ કરી બતાવ્યું જે આજથી પહેલા તે ક્યારેય નથી કરી શક્યા. તેમણે IPLના ઈતિહાસમાં પહેલી વખત સેન્ચુરી લગાવી અને ટી20 ક્રિકેટમાં પોતાની ચોથી સેન્ચુરી લગાવી. 

આ પહેલા ત્રણ સેન્ચુરી તેમણે ટી20 ઈન્ટરનેશનલમાં લગાવી હતી. તેમણે ગુજરાત ટાઈન્ટન્સના વિરૂદ્ધ આ મેતમાં 49 બોલ પર અણનમ 103 રનોની ઈનિંગ રમી જેમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગા શામેલ હતા. 

મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી સૌથી મોટી ઈનિંગ
સૂર્યકુમાર યાદવની આ ઈનિંગ આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી સૌથી મોટી ઈનિંગ રહી. ત્યાં જ ગુજરાત ટાઈટન્સના વિરૂદ્ધ આ કોઈ પણ બેટ્સમેનની પહેલી સેન્ચુરી અને સર્વોચ્ચ સ્કોર રહ્યો. સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગના કારણે ગુજરાત ટાઈટન્સના વિરૂદ્ધ પણ આઈપીએલનો સૌથી મોટો સ્કોર મુંબઈ ઈન્ડિયન્સે ઉભો કર્યો. 

આટલું જ નહીં છેલ્લી પાંચ મેચોમાં સૂર્યાએ 3 હાફ સેન્ચુરી અને એક સેન્ચુરી લગાવી છે. આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત 200 પ્લસનો સ્કોર બનાવ્યો છે જે કોઈ પણ ટીમનો ઔતિહાસીક આંકડો છે. આ પહેલા કોઈ પણ ટીમ એક સીઝનમાં પાંચ વખત આવું નથી કરી શકી. 

મુંબઈ ઈન્ડિયન્સ માટે 9 વર્ષ બાદ સેન્ચુરી 
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં સૂર્યકુમાર યાદવે 9 વર્ષ બાદ સેન્ચુરી લગાવી છે. છેલ્લી વખત 2014માં લેન્ડલ સિમંસએ ફ્રેન્ચાઈઝી માટે સેન્ચુરી લગાવી હતી. હવે 2023માં તેના બાદ સૂર્યકુમાર યાદવે સેન્ચુરી લગાવી છે. તેની સાથે જ આ સીઝન તેમની 12 મેચોમાં 479 રનની રહી છે તેમાં ચાર હાફસેન્ચુરી એક સેન્ચુરી શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ