બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / IPL 2023 change in weather in Ahmedabad city rains started in these areas

વરસાદી વિધ્ન / IPL રસિયા માટે માઠા સમાચાર, અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો, આ વિસ્તારોમાં વરસાદ શરૂ

Kishor

Last Updated: 07:32 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેર વરસાદી ઝાપટુ પડતા. IPLની સેમિફાઈનલ મેચ પહેલા વરસાદનું વિદ્ય્ન સર્જાતા રસિકો મુંજાયા હતા.

  • અમદાવાદ : IPLની સેમિફાઈનલ મેચ પહેલા વરસાદનું વિદ્ય્ન
  • ગુજરાત અને મુંબઈની મેચ શરૂ થવામાં થઈ શકે છે વિલંબ
  • નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર વરસાદનું ધમાકેદાર આગમન

IPL 2023 ની મોસમ બરાબરની જામી છે. આવી સ્થિતિ વચ્ચે ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં IPLમાં વરસાદ વેરી બને તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના  વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેમાં  બોડકદેવ, થલતેજ,એસ.જી.હાઈવે તથા ગુજરાત યુનિવર્સિટી,આશ્રમરોડ, સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. IPLની સેમિફાઈનલ મેચ પહેલા વરસાદનું વિદ્ય્ન સર્જાતા  રસિકો મુંજાયા હતા.
 

વરસાદના આગમન સાથે જ ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે પ્રેક્ષકોએ મુકી દોટ

મહત્વનું છે કે આજે અમદાવાદમાં ગુજરાત અને મુંબઈની મેચ છે. ત્યારે વરસાદને લઈને આ મેચમાં વિલંબ થઈ શકે છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. વરસાદના આગમન સાથે જ ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે પ્રેક્ષકોએ દોટ મુકી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત વરસાદથી બચવા લોકો મેટ્રો રૂટના પુલ, વૃક્ષ નીચે ઉભા રહ્યાં હતા.

જો કે પ્લેઓફ માટે કોઈ રીઝર્વ ડે રહેશે નહીં. IPLના નિયમો અનુસાર દરેક પ્લેઓફ મેચ માટે 120 મિનિટનો વધારાનો સમય નક્કી કરાયો છે. જેને લઈને નિર્ધારિત સમય પછી મેચ પૂર્ણ થવામાં 120 મિનિટ બાકી રહે છે. જો પ્લેઓફ મેચના દિવસે વરસાદ આવી મેચમાં સમસ્યા આવે તો મેચ 9:45 વાગ્યા સુધી શરૂ થાય છે, તો ઓવરોની સંખ્યા સંખ્યા ઓછી કરશે નહીં અને મેચ 20 ઓવરની રહેશે.અને ઇનિંગ્સ વચ્ચે માત્ર 10 મિનિટનો વિરામ હશે. આ પછી જો મેચ થશે તો ઓવરોની સંખ્યા કાપવામાં આવશે. ઓવરોની સંખ્યા પ્રતિ ઇનિંગ્સમાં મહત્તમ પાંચ ઓવર સુધી ઘટાડી શકાય છે. 11.56 વાગ્યાથી પ્રતિ ઇનિંગ પાંચ ઓવરની મેચ યોજાશે. BCCIએ આ મેચનો અંતિમ સમય પણ નક્કી કર્યો છે, જે 12:50 સુધીનો રહેશે. તેનો કટ ઓફ સમય 12:26 કલાક છે.જ્યારે સુપર ઓવર શક્ય ન હોય તો, નિયમિત સિઝનની 70 મેચો પછી લીગ ટેબલમાં આગળ સ્થાન મેળવનાર ટીમને વિજેતા જાહેર કરાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ