બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / international yoga day 2023 date history

વિશ્વ યોગ દિવસ / આજે International Yoga Day: કેમ 21 જૂને જ મનાવવામાં આવે છે યોગ દિવસ, જાણો ઇતિહાસથી લઇને મહત્વ

Bijal Vyas

Last Updated: 06:51 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતને યોગ ગુરુ કહેવાય છે. યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. યોગાસન શરીરને રોગમુક્ત રાખે છે અને મનને શાંતિ આપે છે.

  • PM મોદીએ સંયુક્ત મહાસભામાં વિશ્વના તમામ દેશોને યોગ દિવસની ઉજવણી કરવા આહ્વાન કર્યુ
  • આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસની ઉજવણી વર્ષ 2015થી શરૂ થઈ
  • દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે

international yoga day 2023: યોગ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, જેનો પ્રસાર હવે વિદેશોમાં થઇ રહ્યો છે. વિદેશોમાં યોગના પ્રસારનો શ્રેય યોગ ગુરુઓને જાય છે. ભારતીય યોગ ગુરુઓએ વિદેશમાં યોગની ઉપયોગિતા અને મહત્વ વિશે જાગૃત કર્યા. આજે સમગ્ર વિશ્વમાં લોકો તેમના જીવનમાં યોગનો સમાવેશ કરી રહ્યા છે અને યોગાસનોનો અભ્યાસ કરીને સ્વસ્થ મન અને શરીર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.યોગની આ ઉપયોગિતાથી દરેકને જાગૃત કરવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોકે, એ જાણવું પણ રસપ્રદ છે કે યોગ દિવસની ઉજવણી કોણે, ક્યારે અને ક્યાંથી શરૂ કરી. આવો જાણીએ યોગ દિવસનો ઈતિહાસ, મહત્વ અને થીમ.

ક્યારે ઉજવવામાં આવ્યો યોગ દિવસ ?
કોરોના પીરિયડ પછી યોગનું મહત્વ વધુ વધી ગયું છે. સંક્રમણ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાના હેતુથી લોકોએ યોગાભ્યાસ શરૂ કર્યો. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસની ઉજવણી વર્ષ 2015થી શરૂ થઈ હતી. 21જૂનના રોજ વિશ્વભરમાં પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

યોગ દિવસનો ઇતિહાસ
27 સપ્ટેમ્બર 2014 ના રોજ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત મહાસભામાં વિશ્વના તમામ દેશોને યોગ દિવસની ઉજવણી કરવા આહ્વાન કર્યુ. વડાપ્રધાન મોદીના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માત્ર ત્રણ મહિનામાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંગઠનની જાહેરાત કરી હતી. જે બાદ વિશ્વએ વર્ષ 2015માં પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરી.

21 જૂને શા માટે ઉજવવામાં આવે છે યોગ દિવસ?
21મી જૂને યોગ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનું પણ એક કારણ છે. આ તારીખ ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે. જેને ગ્રીષ્મ સંક્રાતિ કહે છે.

ભારતીય પરંપરા અનુસાર, ગ્રીષ્મ સંક્રાતિ પછી સૂર્ય દક્ષિણાયનમાં હોય છે. સૂર્ય દક્ષિણાયનનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે અસરકારક છે. આ કારણોસર દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ 
યોગ દિવસ 2023 ની થીમ 'वसुधैव कुटुंबकम के लिए योग' છે. वसुधैव कुटुंबकमનો અર્થ છે- ધરતી પરિવાર છે. આ થીમ ધરતી પરના તમામ લોકોના સ્વાસ્થ્ય માટે યોગની ઉપયોગિતાથી છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ