બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / international racket of religious conversion was caught from Kheda

ઘટસ્ફોટ / ધર્માંતરણના મોટા રેકેટનો ખેડામાંથી પર્દાફાશ, લાલચ આપીને કરાતું હતું બ્રેઇન વૉશ

Dhruv

Last Updated: 11:42 AM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય (Gujarat) માં ઘણીવાર ધર્માંતરણની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે એકવાર ફરી ખેડામાંથી ધર્મ પરિવર્તનના રેકેટનો ભાંડો ફૂટ્યો છે.

  • ખેડા તાલુકાના અડાસર ગામેથી ઝડપાયું ધર્માંતરણનું રેકેટ
  • હિન્દુ સંગઠનોએ ડમી ગ્રાહક બની રેકેટનો ભાંડો ફોડ્યો
  • વિદ્યાર્થીઓને લાલચ આપીને બ્રેઈનવૉશ કરવામાં આવતું

ખેડા તાલુકાના અડાસર ગામે મસમોટું ધર્માંતરણનું રેકેટ ઝડપાયું છે. વિશેષ રીતે કોરિયન લોકો દ્વારા ધર્માંતરણ કરાઈ રહ્યું હોવાની માહિતી સામે આવી છે. આ મામલે સ્થળ પરથી 6 લોકોને ઝડપી તેઓની પૂછપરછ હાથ ધરાઇ.

હિન્દુ સંગઠનોએ ડમી સ્થાનિક બનીને જાણી સમગ્ર મોરેસ ઓપરેન્ડી

લોભ - લાલચ આપીને વિદ્યાર્થીઓનું ધર્માતરણ કરાઇ રહ્યું હોવાની આ સમગ્ર ઘટના સામે આવી છે. આ સમગ્ર રેકેટ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનના લોકોએ ઝડપ્યું હતું. ડમી સ્થાનિક બનીને સમગ્ર મોડેસ ઓપરેન્ડી જાણી હતી. હાલમાં આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમ તેમજ ખેડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ રહી છે.

આ મામલે વધુ વિગત આપતા તમને જણાવી દઇએ કે, ખેડાની એક સ્કૂલમાં ધર્મ પરિવર્તનનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું છે. ખેડાના નવાગામ પાસે આવેલ અડાસર ગામની સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાનું જાણવા મળ્યું હતુંય આથી, ખેડા પોલીસ SOG દ્વારા બાતમીના આધારે ગઇકાલે રેડ પાડવામાં આવી હતી. જે મામલે ખેડા પોલીસ SOGએ 6 આરોપીઓની અટકાયત કરી હતી.

ખેડા પોલીસ SOG દ્વારા 6 આરોપીઓની કરાઇ છે અટકાયત

નવાગામની અડાસર શાળામાં ધર્માંતરણના કામ માટે અલગથી શેડ બનાવવામાં આવ્યો હતો. જ્યાં છેલ્લા 6-7 વર્ષથી ધર્મ પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી હતી. આથી આ મામલે થોડા સમય પહેલા હિન્દુ સંગઠનના આગેવાનોને જાણ થઈ હતી. જ્યાર બાદ તેઓએ ડમી સ્થાનિક બનીને સમગ્ર મોડસ ઓપરેન્ડી જાણી હતી. જેમાં ધર્મ પરિવર્તન માટે લોકોને ચોક્કસ ધર્મના પુસ્તક બતાવવામાં આવતા હતા. આમ વિદ્યાર્થીઓનું બ્રેઈન વૉશ કરવામાં આવતું હતું.

હિન્દુ સંગઠનના આગેવાનોનો એવો આક્ષેપ છે કે, કોરિયન તેમજ સ્થાનિક ગુજરાતીઓની મદદથી આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. જેમાં પછાત અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સ્ટેશનરીની સામગ્રી, ચોકલેટ અને બિસ્કિટ સહિતની વસ્તુઓ લાવી આપવામાં આવતી. ધર્માંતરણ કરનારા લોકો વિદ્યાર્થીઓ એવું કહેતા કે, જો તમારે ડૉક્ટર કે એન્જિનિયર બનવું હોય, તો આ ચોક્કસ ધર્મનું પાલન કરવું પડશે. આવી લોભામણી લાલચ આપવામાં આવતી. આથી, આ મામલે હિન્દુ સંગઠનોએ ખેડા ટાઉન પોલીસને જાણ કરી હતી. જ્યાર બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી દક્ષિણ કોરિયાના એક શખ્સ સહિત 6 લોકોની અટકાયત કરી હતી. હાલમાં આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ