બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Instead of eating at SC house invite them to eat at your house Patil instructs all BJP leaders

અમદાવાદ / SC ભાઈ-બેનના ઘરે જમો એના કરતાં એમને તમારા ઘરે જમવા બોલાવો, ભાજપના બધા જ આગેવાનોને પાટીલે આપી સૂચના

Kishor

Last Updated: 06:53 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના નારી સંમેલનમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મહીલાઓ અગ્રીમ સ્થાન પર પહોંચે તે સરકારે અનેક યોજના બનાવી છે.

  • નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
  • ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા કરાયું હતું આયોજન
  • મહીલાઓ અગ્રીમ સ્થાને પહોંચે તે અનેક યોજના બનાવી : સી. આર.પાટીલ

ગુજરાત ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદેસ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SC સમાજની બહેનોને આગળ લાવવાનું કામ કર્યું છે. મહીલાઓને અગ્રીમ સ્થાને પહોંચાડવાના ઉમદા ભાવ સાથે સરકાર દ્વારા અનેક યોજનાઓ બનવવામાં આવી છે. 

મોદી CM બન્યા ત્યારે SC સમાજની દીકરીના હાથે કુંભ ઘડો મુકાવ્યો
વધુમાં સી. આર. પાટીલે જણાવ્યું હતુ કે કેબિનેટ મંત્રીમાં પ્રદીપભાઈ અને મનીષાબેનને સ્થાન અપાયું છે, એટલુ જ નહિ નિરંજન જ્યોતિ પણ 2 ટર્મ થી કેન્દ્ર સરકારમાં જવાબદારી નિભાવી રહ્યા છે. એ જ બનાવે છે કે વડાપ્રધાન મોદી સહીતના આગેવાનો મહત્વની જગ્યા પર સ્થાન આપે છે. વધુમાં નરેન્દ્ર મોદી જ્યારે CM બન્યા તે વેળાએ તેમણે SC સમાજની દીકરીના હાથે કુંભ ઘડો મુકાવ્યો હતો ઉપરાંત PM બન્યા ત્યારે પણ કુંભ ઘડો આદિજાતિની દીકરીના હાથે મુકાવ્યો હતો અને મેસેજ આપ્યો હતો કે ભાજપ આ સમાજ અને બહેનોને મહત્વ આપે છે તથા તેનું સન્માન જળવાય તક મળે સેવા માટે પ્રયાસ પણ કરે છે. 

વિનોદ ચાવડાને પહેલી વખત મહામંત્રી બનાવ્યા છે : સી. આર.પાટીલ
આ ઉપરાંત સી. આર.  પાટીલે જણાવ્યું હતું કે ભાજપના બધા જ આગેવાનોને સૂચના અપાઈ છે કે, SC સમાજને ત્યાં જમો એના કરતાં એમને તમારા ઘરે જમવા બોલાવો. કેમ કે ફોટા પાડવાનું મહત્વ નથી. પણ ભાવ જરૂરી છે.  પાટીલે વધુમાં ઉમેર્યું કે મહેશ કનોડિયાના વેવાઈ ગણપતભાઈ મિલમાં ભાગીદાર અને મારી સાથે જોડાયેલા હતા. જેથી મારી બેનના લગ્નના નિમંત્રકમાં ગણપત ભાનું નામ લખ્યું હતું. કારણ કે જો પૈસા કમાવવા ભાગીદાર બનાવી શકું તો મારા પ્રસંગમાં કેમ નહિ. એટલુ જ નહિ વિનોદ ચાવડાને પહેલી વખત મહામંત્રી બનાવાયા હોવાનો પણ સી. આર.  પાટીલે ઉલ્લેખ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ