બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Influencers Anjali and Sufi break up before wedding

સંબંધનો અંત / VIDEO : લેસ્બિયન કપલના 'તલાક', પાક.ની સૂફી ભારતની અંજલિને દગો આપીને બીજા સાથે થઈ 'સેટ'

Hiralal

Last Updated: 04:44 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેશનલ સ્તરે ચમકેલા લેસ્બિયન કપલ ભારતની અંજલિ ચક્રા અને પાકિસ્તાનની સૂફી મલિકે છૂટાછેડા લઈ લીધાં છે.

5 વર્ષ પહેલા લગ્નનો નિર્ણય કરીને ઈન્ટરનેશનલ સ્તરે ચમકેલા ભારત-પાકના લેસ્બિયન કપલે હવે છૂટા પડવાનો નિર્ણય લીધો છે. સંબંધ તૂટવા પાછળ એક છોકરીનો બીજા સાથે સંબંધ જવાબદાર છે. પાકિસ્તાનના સોશિયલ મીડિયા પ્રભાવક સૂફી મલિક અને ભારતના અંજલિ ચક્રએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ લેસ્બિયન કપલ પાંચ વર્ષ પહેલા એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને ચર્ચામાં આવ્યું હતું. હવે અંજલિ ચક્રએ સૂફી પર બેવફાઈનો આરોપ લગાવતા બ્રેકઅપની જાહેરાત કરી છે. સૂફીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anjali (@anjalichakra)

શું લખ્યું અંજલિએ
બ્રેકઅપની વાત જાહેર કરતાં અંજલિએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "આ કદાચ આંચકો લાગ્યો હશે પરંતુ સત્ય એ છે કે અમારી યાત્રા હવે બદલાઈ રહી છે. સુફીની બેવફાઈને કારણે મેં મારા લગ્ન અને સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ કોઈ સુફી વિશે ખોટી વાતો ન કરે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sufi Malik (@sufi.sun)

સૂફીએ સ્વીકારી હતી બેવફાઈની વાત 
થોડા અઠવાડિયા પહેલા સૂફીએ પણ ઈન્સ્ટાગ્રામ પર બેવફાઈની વાત સ્વીકારી હતી. સુફીએ કહ્યું હતું કે તેણે લગ્નના થોડા અઠવાડિયા પહેલા તેની મંગેતર સાથે બેવફાઈ કરી હતી અને તે તેની ભૂલ હતી. સૂફીએ કહ્યું હતું, "હું જેને સૌથી વધુ પ્રેમ કરું છું તેને હું દુ:ખ પહોંચાડું છું." હું જેની સૌથી વધુ કાળજી રાખું છું તેની મેં દગો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કપલે 2019માં સગાઈ કરી હતી પરંતુ લગ્ન કર્યાં નહોતા. 

2019માં કરી હતી લગ્નની જાહેરાત 
આ લેસ્બિયન કપલ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે બંનેએ લગ્ન કરવાની જાહેરાત કરી હતી. હવે અંજલી ચક્રે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે અને સૂફી પર બેવફાઈનો આરોપ લગાવ્યો છે. લેસ્બિયન કપલે પોતાનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. બંનેએ સાઉથ એશિયન કપડાં પહેરીને વરસાદમાં ડાન્સ કર્યો હતો. 

કોણ છે અંજલિ અને સૂફી 
અંજલિ ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કોમાં વેડિંગ પ્લાનર તરીકે કામ કરે છે. સૂફી કન્ટેન્ટ ક્રિએટર છે.  બંનેની યુટ્યુબ ચેનલ છે જેના એક લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.જોકે ચાહકોને બ્રેકઅપની વાત ગળે ઉતરી નથી અને તેઓ તેને એક ટીખળ ગણાવી રહ્યાં છે. અંજલિએ કહ્યું કે તેણે લગ્નનું રજિસ્ટ્રેશન પણ કેન્સલ કરી નાખ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ