બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / indore black fungus seems in dengue not in corona patients mucormycosis case in indore dhar alert

BIG NEWS / કોરોના નહીં હવે આ બીમારીના દર્દીને થયો બ્લેક ફંગસ, ભારતમાં પહેલો કેસ આવતા ફફડાટ

ParthB

Last Updated: 04:23 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેન્ગ્યુની વચ્ચે ખતરાની ઘંટડી વાગી છે. જે બ્લેક ફંગસ અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓમાં જોવા મળતી હતી તે હવે ડેન્ગ્યુના દર્દીઓમાં જોવા મળી રહી છે. .

  • બ્લેક ફંગસ  હવે ડેન્ગ્યુના દર્દીઓમાં દેખાઈ રહી છે
  • ચેપને કારણે દર્દી હજી સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી
  • જબલપુરમાં પણ એક દર્દી મળી આવ્યો હતો

બ્લેક ફંગસ  હવે ડેન્ગ્યુના દર્દીઓમાં દેખાઈ રહી છે

ડેન્ગ્યુ અંગે વહીવટીતંત્રની ચિંતા હજુ ઓછી થઈ ન હતી કે વધુ એક નવા કેસએ તેમના હોશ ઉડાવી દીધા છે. કોરોના પછી, બ્લેક ફંગસે  હાહાકાર મચાવ્યો હતો તે ફરી પાછો ફરતો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ બ્લેક ફંગસ  હવે ડેન્ગ્યુના દર્દીઓમાં દેખાઈ રહી છે. આ નવો કેસ ઈન્દોરમાં 50 વર્ષીય દર્દીમાં જોવા મળ્યો હતો. ધાર જિલ્લાના આ દર્દી, જે એક અઠવાડિયા પહેલા ડેન્ગ્યુથી સાજા થયા હતા, હવે મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાઈ રહ્યા છે.

ચેપને કારણે દર્દી હજી સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી

મહત્વનું છે કે, ઈન્દોરમાં આ પહેલો કેસ છે, જેમાં ડેન્ગ્યુ પછી દર્દીમાં બ્લેક ફંગસ દેખાય છે. સમગ્ર રાજ્યમાં આ બીજો કેસ છે. એક રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ હાલમાં ઈન્દોરની ચોઈથરામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વ્યક્તિને 15 ઓક્ટોબરે બ્લેક ફંગસના લક્ષણો મળ્યા બાદ અહીં દાખલ કરવામાં આવ્યો હતો. આના એક અઠવાડિયા પહેલા જ આ વ્યક્તિએ ડેન્ગ્યુને હરાવ્યો હતો. કન્સલ્ટન્ટ ઇએનટી ડૉક્ટર જણાવ્યું કે દર્દીના નાકની એન્ડોસ્કોપી દ્વારા કેવિટી દૂર કરવામાં આવી છે. જોકે તે હજુ પણ ચેપને કારણે સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી, પરંતુ તે સ્વસ્થ થઈ રહ્યો છે.

જબલપુરમાં પણ એક દર્દી મળી આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે,  ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં જબલપુરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં પણ ડેન્ગ્યુમાંથી સાજા થયા બાદ એક દર્દીને બ્લેક ફંગસનો ચેપ લાગ્યો હતો. ઇન્દોરની MY હોસ્પિટલમાં મુરોમીકોસિસના 12 દર્દીઓ દાખલ છે. જો કે આ બધાએ કોરોનાને હરાવ્યો છે અને તે પછી તેઓ કોઈ ગંભીર બીમારીથી ઘેરાઈ ગયા છે. આપ્યા બાદ આ ગંભીર બીમારીની લપેટમાં આવી ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ