બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

VTV / વિશ્વ / indonesia Earthquake Latest News Strong Earthquake Sets Off Landslides Flattens Homes Many Death

તબાહી / ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકાથી તબાહી : અત્યાર સુધી 34 લોકોના મોત, 600 ઇજાગ્રસ્ત

Parth

Last Updated: 06:46 PM, 15 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયામાં આજે જોરદાર ભૂકંપના આંચકાના કારણે તબાહી જોવા મળી છે જ્યાં 34 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. 600 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 300થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે.

  • ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ પર જોરદાર ભૂકંપ 
  • તબાહીમાં 34ના મોત, કેટલાક ઇજાગ્રસ્ત 
  • હજારો લોકોએ રાતના અંધારામાં ઘર છોડવું પડ્યું 

6.2ની તીવ્રતાનો ભૂકંપ 

ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ પર અડધી રાતે જોરદાર ભૂકંપના આંચકા આવ્યા છે જેમાં 34ના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રાય છે. ભૂકંપ બાદ ભૂસ્ખલનના કારણ હજારો લોકોએ ઘર છોડી દેવું પડ્યું અને અત્યાર સુધી 600થી વધુએ ઇજા પહોંચી છે. માનવામાં આવી રહ્યું છે કે મોતનો આંકડો વધી શકે છે. પ્રાથમિક ધોરણે આ ભૂકંપના આંચકાની તીવ્રતા 6.2 માપવામાં આવ્યા છે. 

મોતની સંખ્યા વધે તેવી સંભાવના 

દેશના અધિકારીઓએ કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર 34ના મોત થયા છે અને 600થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. તેમણે કહ્યું કે ઇજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. 

300 ઘર બરબાદ 

સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર એક હોસ્પિટલમાં નુકસાન પહોંચ્યા હોવાના સમાચાર છે. દર્દીઓને હોસ્પિટલની બહાર અસ્થાઈ તંબુઓમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. અમેરિકાની સંસ્થા અનુસાર આશરે બે હજાર લોકોને અસ્થાયી આશ્રયમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. 

આ ભૂકંપનું કેન્દ્ર સુલાવેસી પ્રાંતના મામૂજુ જિલ્લામાં 18 કિમી પાતાળમાં હતું. આ જ ક્ષેત્રમાં ગુરુવારે પણ દરિયામાં ભૂકંપ આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર 300 ઘર બરબાદ થઈ ગયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ