બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Indiscriminate firing at birthday party in USA: 6 minors killed

અમેરિકામાં ગોળીબાર / USAમાં બર્થડે પાર્ટીમાં અંધાધૂંધ ફાયરિંગ: 6 સગીરોના મૃત્યુ, અમેરિકામાં આ વર્ષે આવી 139મી ઘટના

Priyakant

Last Updated: 11:02 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shooting in America: બર્થડે પાર્ટીમાં ગોળીબારની ઘટનામાં આરોપી પણ સગીર હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી આરોપીની ધરપકડ કે મૃત્યુના કોઈ સમાચાર નથી

  • અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના 
  • અલાબામા રાજ્યના ડેડવિલેમાં ગોળીબાર
  • ગોળીબારમાં છ સગીરોના મોત, 20 લોકો ઘાયલ 

અમેરિકામાં અલાબામા રાજ્યના ડેડવિલેમાં અફઘાનિસ્તાનની જેમ જ ગોળીબારની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અલાબામા રાજ્યના ડેડવિલેમાં રવિવારે થયેલા ગોળીબારમાં છ સગીરોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગના સગીર છે. આ ઘટના ટીનેજરની બર્થડે પાર્ટી દરમિયાન બની હતી. એક મેદાનમાં 6 સગીરોના મૃતદેહ જોવા મળ્યા હતા. આરોપી પણ સગીર હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી આરોપીની ધરપકડ કે મૃત્યુના કોઈ સમાચાર નથી.

એક સ્થાનિક ન્યૂઝ દ્વારા પ્રત્યક્ષદર્શીને ટાંકીને કહ્યું છે કે, ડેડવિલેમાં જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી. તેને સ્વીટ-16 નામ આપવામાં આવ્યું હતું. પાર્ટી પૂરી થવામાં જ હતી કે કોઈએ ફાયરિંગ શરૂ કરી દીધું. થોડીવારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ.  કેટલાક અહેવાલો મૃત્યુઆંક ચાર દર્શાવે છે. જોકે પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે, પોલીસે 6 સગીરોના મૃતદેહ બહાર કાઢ્યા છે. એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો છે. મહત્વનું છે કે, ડેડવિલેની વસ્તી આશરે 3200 છે.

શું કહ્યું અલાબામાના ગવર્નરે ? 
અલાબામાના ગવર્નર કે આઈવેએ કહ્યું જે, અમને ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. સામૂહિક ગોળીબારમાં કેટલાક લોકોના મોત થયા છે. રાજ્યમાં આવા ગુનાઓને સાંખી લેવામાં આવશે નહીં. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. માર્યા ગયેલા સગીરોમાં એક પ્રતિભાશાળી એથ્લેટ પણ હતો.

નોંધનીય છે કે, એક દિવસ પહેલા કેન્ટુકી રાજ્યમાં પણ સામૂહિક ફાયરિંગ થયું હતું. જેમાં બે લોકોના મોત થયા હતા. અમેરિકામાં આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ગોળીબારની કુલ 139 ઘટનાઓ બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ