બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Indigo's Air Hostess tampered with the case

છેડતી / વધુ એક છેડતી કાંડ: Indigoની એર હોસ્ટેસ સાથે છેડછાડ કરાતા મામલો બિચક્યો, ફ્લાઇટ બેંગકોકથી આવી રહી હતી મુંબઇ

Priyakant

Last Updated: 03:03 PM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર હોસ્ટેસ પેમેન્ટ કરવા માટે POS મશીન સાથે તેની પાસે પહોંચી ત્યારે તેણે કાર્ડ સ્વાઈપ કરવાના બહાને તેની સાથે ગેરવર્તણૂક કરી અને ખોટી રીતે એર હોસ્ટેસનો હાથ પકડી લીધો

  • બેંગકોકથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં કેબિન ક્રૂની છેડતી
  • મુંબઈ પોલીસે એક સ્વીડિશ નાગરિકની ધરપકડ કરી
  • ઇસમે કથિત રીતે સહ-મુસાફર પર હુમલો કર્યો હતો અને હંગામો મચાવ્યો

બેંગકોકથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં કેબિન ક્રૂની છેડતીની ઘટના સામે આવી છે. જોકે સમગ્ર મામલે મુંબઈ પોલીસે એક સ્વીડિશ નાગરિકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ક્લાસ એરિક હેરાલ્ડ જોનાસ વેસ્ટબર્ગે 6A-1052 ઈન્ડિગો ફ્લાઈટમાં કથિત રીતે સહ-મુસાફર પર હુમલો કર્યો હતો અને હંગામો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ જ્યારે ક્રૂ મેમ્બરે તેને કહ્યું કે પ્લેનમાં ખાવાનું નથી ત્યારે આરોપી પેસેન્જરે બેફામ વર્તન કરવાનું શરૂ કર્યું. 

ઈન્ડિગો ફ્લાઈટ  6A-1052માં એક સ્વીડિશ નાગરિકે મારપીટ કરી હંગામો મચાવ્યાં બાદ હંગામો મચાવ્યો હતો. જે બાદ આરોપી મુસાફર ચિકન ડિશ લેવા માટે રાજી થઈ ગયો. આ દરમિયાન જ્યારે એર હોસ્ટેસ પેમેન્ટ કરવા માટે POS મશીન સાથે તેની પાસે પહોંચી ત્યારે તેણે કાર્ડ સ્વાઈપ કરવાના બહાને તેની સાથે ગેરવર્તણૂક કરી અને ખોટી રીતે એર હોસ્ટેસનો હાથ પકડી લીધો હતો. 

આરોપીની ધરપકડ કરાઇ 
ફલાઇટમાં હંગામા અને ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક બાદ સમગ્ર મામલે સંબંધિત પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સાથે આરોપી ઈસમ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. આ તરફ આરોપીની ધરપકડ બાદ તેને અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. 

અગાઉ પણ બની હતી આવી જ ઘટના  
આ પહેલા આવી જ એક ઘટના ગુવાહાટી-દિલ્હીની ફ્લાઈટમાં સામે આવી છે. 26 માર્ચે ગુવાહાટીથી દિલ્હીની ફ્લાઈટમાં નશામાં ધૂત ઈન્ડિગો પેસેન્જરે ફ્લાઇટમાં ઉલટી કરી અને શૌચાલયની આસપાસ શૌચ કર્યું. આ પછી ઓન-બોર્ડ એરહોસ્ટેસે એરક્રાફ્ટનો ફ્લોર સાફ કરવો પડ્યો હતો. આ ઘટના બાદ કેબિન ક્રૂ મેમ્બરની મેસ સાફ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ઘટના અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ