બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / indians in us physician mihir meghani millions dollar hinduism hindu advocacy in america amrk

જાહેરાત / કોણ છે એ ભારતવંશી જે અમેરિકામાં હિન્દુ ધર્મ માટે ખર્ચશે કરોડો રૂપિયા? કહ્યું 'મારી કોઇ સ્ટાર્ટઅપ કંપની નથી પરંતુ...'

Dinesh

Last Updated: 09:37 AM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mihir Meghani Announcement: મિહિર કહે છે કે મેં અને મારી પત્નીએ અત્યાર સુધીમાં હિંદુ અમેરિકન ફાઉન્ડેશનને 15 લાખ ડોલર આપ્યા છે

  • અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર માટે ડોક્ટરની અનોખી જાહેરાત
  • હિંદુ ધર્મના પ્રચાર માટે ચાલીસ મિલિયન ડોલરનું દાન આપવાની જાહેરાત
  • આગામી બે દાયકામાં 40 મિલિયન ડોલરનું દાન કરશે


અમેરિકામાં ભારતીય મૂળના એક ડોક્ટર આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે તેણે અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર માટે ચાલીસ મિલિયન ડોલરનું દાન આપવાની જાહેરાત કરી છે. મિહિર મેઘાણી નામના આ ભારતીય ડૉક્ટરનું કહેવું છે કે હિંદુએ માત્ર એક ધર્મ નથી પરંતુ તે એક જીવનશૈલી છે. તેણે લગભગ બે દાયકા પહેલા તેના કેટલાક મિત્રો સાથે મળીને હિન્દુ અમેરિકા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ મહિનાની શરૂઆતમાં તેણે આગામી આઠ વર્ષમાં હિંદુ કાર્યો માટે $1.5 મિલિયનનું દાન આપવાનું વચન આપ્યું હતું. જો આપણે હિંદુ ધર્મના પ્રચાર માટે 1.5 મિલિયન ડોલરની આ મદદ સામેલ કરીએ તો તે આગામી બે દાયકામાં 40 મિલિયન ડોલરનું દાન કરશે. આ સાથે તે સંભવિતપણે પ્રથમ ભારતીય-અમેરિકન બની ગયા છે જેમણે હિંદુ ધર્મને આટલી મોટી રકમનું દાન કરવાનું વચન આપ્યું છે.

15 લાખ ડોલર આપ્યા...
મિહિર કહે છે કે મેં અને મારી પત્નીએ અત્યાર સુધીમાં હિંદુ અમેરિકન ફાઉન્ડેશનને 15 લાખ ડોલર આપ્યા છે. અમે છેલ્લા 15 વર્ષમાં હિંદુ અને ભારતીય સંગઠનોને 10 લાખ ડૉલરથી વધુની નાણાકીય સહાય પૂરી પાડી છે. અમે આગામી આઠ વર્ષમાં ભારત તરફી અને હિન્દુ સંગઠનોને 1.5 મિલિયન ડોલર આપવાનું વચન આપી રહ્યા છીએ. મિહિર મેઘાણીએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે આટલી મોટી રકમ આપવા પાછળનો હેતુ એ છે કે આપણે માત્ર હિંદુ ધર્મનો પ્રચાર કરવા માંગુ છું. મોટાભાગના અમેરિકન નાગરિકો આ ધર્મને સરળતાથી સમજી શકતા નથી કારણ કે ત્યાંના મોટાભાગના લોકો ખ્રિસ્તી છે. તેમણે કહ્યું કે તે અબ્રાહમિક બેકગ્રાઉન્ડમાંથી આવે છે. જ્યારે તેઓ અન્ય ધર્મો તરફ જુએ છે ત્યારે તેઓ સમજી શકતા નથી કે હિન્દુ ધર્મ માત્ર એક ધર્મ નથી. જીવન જીવવાની આ એક રીત છે. તે જીવન વિશે વિચારવાનો એક માર્ગ છે. તેમનું કહેવું છે કે ભારતમાંથી આવતા હિંદુઓ એ નથી સમજતા કે હિંદુત્વ તેમની ઓળખ છે. આપણે તેના વિશે વાત કરવાની જરૂર છે.

'હિંદુ ધર્મના પ્રચાર માટે બચત'
તેણે કહ્યું કે તેની ન તો કોઈ સ્ટાર્ટઅપ કંપની છે અને ન તો તે કોઈ પ્રકારનો સાઇડ બિઝનેસ કરે છે. મિહિર કહે છે કે તે પગારદાર ડોક્ટર છે. તેમની પત્ની ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર અને જ્વેલરી ડિઝાઈનર છે. મિહિર કહે છે કે અમારી પાસે કોઈ કંપનીમાં શેરહોલ્ડિંગ પણ નથી. અમે અમારી બચત માત્ર હિંદુ ધર્મના પ્રચારમાં લગાવીએ છીએ કારણ કે તે અમારી ફરજ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ