બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Indian student abroad trolled on social media for waving the flag of Karnataka users said why not the flag of the country

VIDEO / વિદેશમાં ભારતીય વિદ્યાર્થીએ કર્ણાટકનો ઝંડો લહેરાવતા સોશિયલ મીડિયા પર ટ્રોલ, યુઝર્સે કહ્યું દેશનો ઝંડો કેમ નહીં

Arohi

Last Updated: 04:34 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ભારતીય વિદ્યાર્થીએ લંડનમાં પોતાના ગ્રેજ્યુએશન ડે વાળા દિવસે ભારતનો ઝંડો નહીં પરંતુ કર્ણાટકનો ઝંડો ફરકાવી દીધો. તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે.

  • ભારતીય વિદ્યાર્થીએ લંડનમાં ફરકાવ્યો કર્ણાટકનો ઝંડો 
  • ઝંડો ફરકાવવા બદલ સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ 
  • લોકોએ કહ્યું ભારતનો ઝંડો કેમ નહીં? 

એક ભારતીય વિદ્યાર્થીએ વિદેશમાં ભારતનો ઝંડો નહીં પરંતુ કર્ણાટકનો ઝંડો ફરકાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ઘણા લોકોને પસંદ ન આવ્યું. અધીશ આર વલી નામના આ યુવકે લંડન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. 

તેણે ગ્રેજ્યુએશન ડે વાળા દિવસે પોતાના ગૃહ રાજ્યા કર્ણાટકને સન્માન આપવા માટે સ્ટેજ પર રાજ્યનો ઝંડો ફરકાવ્યો હતો. અધીશે તેનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. તેણે જણાવ્યું કે સમારોહમાં રાજ્યનો ઝંડો ફરકાવવો ગર્વની વાત હતી. 

ટ્વીટર પર શેર કર્યો વીડિયો 
અધીશે ટ્વીટર પર લખ્યું, 'મે લંડનની સિટી યુનિવર્સિટીના બાયેસ બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટમાં એનએસની સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. તે ગર્વની ક્ષણ રહી. જ્યારે મેં લંડનમાં આયોજીત સમારોહ વખતે કર્ણાટક રાજ્યાનો ઝંડો ફરકાવ્યો.' 

અધીશે આ વીડિયો 21 જાન્યુઆરીએ શેર કર્યો છે. તને અત્યાર સુધી બે લાખથી વધારે લોકોએ જોઈ લીધો છે. લોકોએ અધીશને કમેન્ટ સેક્શનમાં અભિનંદન પણ આપ્યા છે. જોકે અમુક લોકો તેની આલોચના પણ કરી રહ્યા છે.  

સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી 
એક યુઝરે લખ્યું, "તમારી રાષ્ટ્રીયતા ભારતીય છે, તે તમારા પાસપોર્ટ અને કોલેજના દસ્તાવેજો પણ લખેલું છે. અહીં સુધી કે તમારા બાયોમાં પણ તમે ભારતીય ઉલ્લેખ કર્યો છે. આશા છે કે તમે મારી વાત સમજી રહ્યા હશો. ખેર, તમારી ઉપલબ્ધિ માટે શુભકામનાઓ."

અન્ય એક યુઝરે લખ્યું, "ભારતનો ઝંડો કેમ નહીં? રાજ્યનું ગૌરવ ઠીક છે. પરંતુ રાષ્ટ્રીય ગૌરવની વરીયતા આપવી જોઈએ." એક શખ્સે કહ્યું, "આ સારૂ હતું પરંતુ તમે અહીં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા ન કે કર્ણાટકનું. આખા વિશ્વ માટે તમે ભારતીય છો. સારૂ હોત જો તમે ભારતીય ધ્વ પણ ફરકાવત, જો તમને કર્ણાટકનો ઝંડો ફરકાવવો હતો. નહીં તો ભારતીય ધ્વજને પ્રાથમિકતા આપવા જેવી હતી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ