બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / indian stock market closed in red due to profit booking in banking it stocks sensex drops 800 points

Stock Market / શેરબજાર પર પ્રોફિટ બુકિંગ હાવી.! 2 દિવસમાં 800 અંક ગગડ્યો સેન્સેક્સ, આ સેક્ટરના શેર ધોવાયા

Manisha Jogi

Last Updated: 05:07 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેન્કિંગ અને IT સ્ટોક્સમાં વેચવાલીના કારણે શેરબજારમાં મંદી જોવા મળી છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં બજારમાં નફા સાથે સેન્સેક્સમાં 800 પોઈન્ટ અને નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો થયો છે.

  • ભારતીય શેરબજાર સતત બીજા દિવસે મંદી સાથે બંધ થયું
  • બેન્કિંગ અને IT સ્ટોક્સમાં વેચવાલીના કારણે શેરબજારમાં મંદી 
  • સેન્સેક્સમાં 800 પોઈન્ટ અને નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો

ભારતીય શેરબજાર સતત બીજા દિવસે મંદી સાથે બંધ થયું છે. બેન્કિંગ અને IT સ્ટોક્સમાં વેચવાલીના કારણે શેરબજારમાં મંદી જોવા મળી છે. આજનો કારોબાર ખતમ થતા BSE સેન્સેક્સ 372 પોઈન્ટના ઘટાડા સાથે 61,560 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 અંકના ઘટાડા સાથે 18,196 પોઈન્ટ પર બંધ થયો છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં બજારમાં નફા સાથે સેન્સેક્સમાં 800 પોઈન્ટ અને નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો થયો છે. 

સેક્ટરનો હાલ
આજના ટ્રેડિંગ સત્રમાં બેન્કિંગ, IT, ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈંફ્રા, કન્ઝ્યૂમર, ડ્યૂરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા છે. ઓઠો અને FMCG શેરમાં તેજી રહી છે. મિડ કેપ સ્ટોક નીચે આવતા બંધ થયો છે અને સ્મોલ કેપ ઈન્ડેક્ષ તમામ નિશાન પર ક્લોઝ થયો છે. સેન્સેક્સના 30 શેરમાંથી 7 શેરમાં તેજી આવી છે અને 23 શેરમાં મંદી આવી છે. નિફ્ટીના 50 શેરમાંથી 15 શેરમાં તેજી આવી છે તથા 35 શેરમાં મંદી આવી છે.

ઈન્ડેક્ષ નામ

ક્લોઝિંગ સ્ટેજ

ઉચ્ચ સ્તર

નિમ્ન સ્તર

ફેરફાર

BSE સેન્સેક્સ

61,595.68

61,979.94

61,340.10

-0.54%

BSE સ્મોલ કેપ

29,869.57

29,990.74

29,720.33

0.24%

ઈન્ડિયા VIX

13.11

13.58

11.90

-1.41%

નિફ્ટી મિડકેપ 100

32,762.75

32,868.05

32,529.45

-0.09%

નિફ્ટી સ્મોલ કેપ 100

9,937.50

9,957.40

9,880.40

0.53%

નિફ્ટી સ્મોલ કેપ 50

4,493.10

4,513.05

4,472.40

0.09%

નિફ્ટી 100

18,056.70

18,186.75

17,991.85

-0.58%

નિફ્ટી 200

9,511.70

9,572.70

9,474.85

-0.52%

નિફ્ટી 50

18,181.75

18,309.00

18,115.35

-0.57%

ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 1.10 ટકા, ITC ના શેરમાં 0.87 ટકા, ભારતી એરટેલના શેરમાં 0.68 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 0.56 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.29 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.12 ટકા અને SBIના શેરમાં 0.05 ટકાની તેજી જોવા મળી છે. 

રોકાણકારોને નુકસાન
આજના કારોબારી સત્રમાં ઘટાડો થવાને કારણે રોકાણકારોની સંપત્તિને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ ઘટીને 277.26 લાખ કરોડ પર આવી ગઈ છે. મંગળવારે આ માર્કેટ કેપ 278.11 લાખ કરોડ હતી. જેથી આજના સત્રમાં રોકાણકારોને 85,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ