બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Indian players create history, Satwik-Chirag pair become Indonesia Open champions

BIG NEWS / ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો, સાત્વિક-ચિરાગની જોડી બની ઈન્ડોનેશિયા ઓપન ચેમ્પિયન

Vishal Khamar

Last Updated: 03:50 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઈન્ડોનેશિયા ઓપન જીતી છે. આ જોડીએ ફાઈનલ મેચમાં મલેશિયાના એરોન ચિયા અને સોહ વુઈ યીકને હરાવ્યા હતા.

  • સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ઈન્ડોનેશિયા ઓપનના ચેમ્પિયન બન્યા
  • ભારતીય જોડીએ મેન્સ ડબલ્સ ટાઇટલ મેચમાં મલેશિયાના એરોન અને ચિયાને હરાવ્યું
  • સાત્વિક અને ચિરાગ સામે એરોન અને ચિયા પહેલીવાર હાર્યા

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઈન્ડોનેશિયા ઓપનનું ટાઈટલ જીતી લીધું છે. મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતીય જોડીએ એરોન ચિયા અને સોહ વુઇ યીકની મલેશિયાની જોડીને સીધી ગેમમાં 21-17, 21-18થી હાર આપી હતી. સાત્વિક અને ચિરાગે મલેશિયાની જોડી સામે 7 વખત હાર્યા બાદ પ્રથમ જીત મેળવી હતી.

ઈન્ડોનેશિયા ઓપનની ડબલ્સ ઈવેન્ટમાં ભારતનું આ પહેલું ટાઈટલ પણ છે. સાત્વિક અને ચિરાગ અગાઉ સુપર 100, સુપર 300, સુપર 500 અને સુપર 750ના ટાઇટલ જીતી ચૂક્યા છે. તેઓ તમામ સુપર ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી પણ છે. પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે 2017માં ટાઇટલ જીત્યું હતું.

ભારતીય જોડીએ પ્રથમ ગેમ જીતી હતી
ભારતના સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પ્રથમ ગેમ જીતી હતી. મલેશિયાની જોડીએ મેચની શરૂઆત જોરદાર રીતે કરી હતી. તેની પાસે 0-3ની લીડ હતી, ત્યારબાદ સ્કોર 3-7 થઈ ગયો. ત્યારપછી ભારતીય જોડીએ પુનરાગમન કર્યું અને 11-9ની લીડ મેળવી લીધી. આ દરમિયાન સાત્વિક અને ચિરાગે સતત 6 પોઈન્ટ મેળવ્યા હતા. અંતે ભારતીય જોડીએ પ્રથમ ગેમ 18 મિનિટમાં 21-17થી જીતી લીધી હતી.

બીજી ગેમમાં કાંટાની ટક્કર
કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન સાત્વિક અને ચિરાગની જોડીને બીજી ગેમમાં પણ એરોન ચિયા અને સોહ વુઈ યીક સામે રમવું મુશ્કેલ લાગ્યું. એક તબક્કે મેચ 5-5ની બરાબરી પર હતી. પરંતુ તે પછી ભારતીય જોડીએ લીડ લેવાનું શરૂ કર્યું. બીજા હાફના બ્રેકમાં ભારતીય જોડી 11-8થી આગળ હતી. આ પછી સાત્વિક અને ચિરાગે તેમની રમતમાં વધારો કર્યો. તેની લીડ વધીને 20-14 થઈ ગઈ હતી. પરંતુ આ પછી સાત્વિક અને ચિરાગ ભૂલો કરવા લાગ્યા. મલેશિયાની જોડીએ સતત 4 પોઈન્ટ મેળવ્યા હતા. પરંતુ અંતે ભારતીય જોડીએ ગેમ જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ