બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Indian government has announced an advisory for Android phone users

ચેતવણી / એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે ભારત સરકારે જાહેર કરી એડવાઈઝરી, CERT ચેતવણી મુજબ તાત્કાલિક કરો આ બદલાવ

Kishor

Last Updated: 11:50 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google, Samsung, Realme, Redmi, OPPO, Vivo અને OnePlus કંપનીના ફોન Android OS પર કામ કરતા હોવાથી જો તમે Apple iPhone સિવાય અન્ય કોઈ બ્રાન્ડ જે પણ કંપનીનો ફોન વાપરો છો તો ચેતજો. જાણો કારણ

  • ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જારી કરાઈ એડવાઈઝરી
  • અનેક એન્ડ્રોઈડ મોબાઇલ હેક થવાનો ભય
  • હેક થતા મહત્વના ડેટાનો દૂરઉપયોગ થાય છે

એન્ડ્રોઈડની લોકપ્રિયતાથી કોઈ અજાણ નથી.  ભારત સહિત વિશ્વમાં અસંખ્ય લોકોના મોબાઈલ ફોન આ ઓપરેટિંગ સિસ્ટમ (OS) મુજબ કામ કરે છે. તેવામાં હવે ભારત સરકારે એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરી. Android OS વર્ઝન 11, 12, 12L અને 13 વાપરતા હેન્ડસેટ યુઝર્સને સૂચના આપી છે. મહત્વનું છે કે Google, Samsung, Realme, Redmi, OPPO, Vivo અને OnePlus કંપનીના ફોન Android OS પર કામ કરતા હોવાથી જો તમે Apple iPhone સિવાય અન્ય કોઈ બ્રાન્ડ જે પણ કંપનીનો ફોન વાપરો છો તેમાં સતર્ક થવાની જરૂરી છે.

એલર્ટ! આ એન્ડ્રોઇડ ડિવાઇસમાં પહેલેથી જ ઇન્સ્ટોલ હોય છે spyware, ચોરી છૂપે  તમારો ડેટા થઇ રહ્યો છે લિક! | android device pre installed with spyware  stealing your personal information

હેક થતા મહત્વના ડેટાનો દૂરઉપયોગ
ભારતીયોને ઈન્ટરનેટ અને વર્ચ્યુઅલ વર્લ્ડના ખતરા સામે ઉગારી લેવા માટે આ ચેતવણી જારી કરાઈ છે. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સરકારી એજન્સી દ્વારા બહુવિધ નબળાઈઓ મામલે ખુલાસા કરાયા છે. આ ખતરનાક નબળાઈને લઈને હેકર્સ સામાન્ય લોકોના ફોનમાં ઘુસી ડેટાને ચોરી શકે છે. CERT-In ના જણાવાયા અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની આ નબળાઈના પરિણામે હેકર્સ અને સ્કેમર્સ એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાંથી ખૂબ જરૂરી ગણાતો ડેટાની ચોરી કરે છે. સ્માર્ટફોનમાં બેંકિંગ વિગતો, OTP અને વ્યક્તિગત ડેટા હોય છે. જે હેક થતા મહત્વના ડેટાનો દૂરઉપયોગ થાય છે.

એન્ડ્રોઇડ ફોન માટે ખતરનાક

CERT-In અનુસાર નબળાઈની મદદથી Android OS પર કામ કરતા હેન્ડસેટના ફ્રેમવર્ક, સિસ્ટમ, Google Play સિસ્ટમ, MediaTek ઘટકો, Unisoc ઘટકો, Qualcomm ઘટકો વગેરે સાથે ચેડા થઈ શકે છે. યુઝર્સને જાણ વગર તેના એક્સેસ સામે વાળાને મળી જતા મોટા સ્કેમ થઈ શકે છે. આ સ્કેમથી બચવા માટે કંપની દ્વારા સત્તાવાર રીતે સમયાંતરે સિક્યુરિટી અપડેટ કરવાનું હોય છે.. ઘણા વપરાશકર્તાઓ આ અપડેટ્સને બિનજરૂરી માની ઓએસને અપડેટ કરતા નથી. આવું ન કરવું અને સમયાંતરે અપડેટ કરતા રહેવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ