બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Indian batsman Suryakumar Yadav again secured first place in ICC top 10 rankings

ક્રિકેટ / ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈન્ડીયાનો આ ધુરંધર બન્યો વર્લ્ડનો નંબર વન T-20 બેટર, ICC રેન્કીંગ જાહેર

Vaidehi

Last Updated: 08:06 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC rankings: ભારતીય ખેલાડી સૂર્યકુમાર યાદવે ICC મેન્સની ટોપ-10 ની રેંકિંગમાં ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. બોલર્સની ટોપ-10 લિસ્ટમાં એકપણ ભારતીયનું નામ શામેલ નથી.

  • ICC મેન્સ ટી20ની રેંકિંગમાં સૂર્યકુમાર ટોપ પર યથાવત
  • 906નો અંક મેળવીને ટોપનું સ્થાન જાળવ્યું
  • ટોપ-10 બોલર્સમાં એકપણ ભારતીય ખેલાડીનું નામ નથી

IPL 2023ની વાત કરીએ તો ભલે સૂર્યકુમાર યાદવનું પર્ફોમન્સ અત્યારસુધી થોડું નબળું રહ્યું હોય પરંતુ ICC મેન્સ ટી20ની રેંકિંગમાં તેમણે ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. સૂર્યકુમાર 906 અંકને સાથે લઈને લિસ્ટમાં પહેલા સ્થાન પર છે. જ્યારે પાકિસ્તાનનાં મોહમ્મદ રિઝવાન 811 અંક અને કેપ્ટન બાબર આઝમ 755 અંક સાથે  દ્વિતીય-તૃતિય સ્થાન પર છે.દક્ષિણ આફ્રિકાનાં એડન માર્કરામ 748 અંક અને ન્યૂઝીલેન્ડનાં ડેવોન કોનવે 745 અંક સાથે 4-5માં ક્રમ પર છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી 15માં સ્થાન પર છે.

IPLનું ચરણ સૂર્યકુમાર માટે Unlucky
સૂર્યકુમાર માટે IPLનું આ ચરણ અત્યાર સુધી ખરાબ સાબિત થયું છે. તેમણે મુંબઈ ઈન્ડિયન્સ માટે પહેલી ત્રણ મેચોમાં 15, 1 અને શૂન્ય રન બનાવ્યાં છે. પાકિસ્તાનની ટીમનાં કેપ્ટન બાબર ત્રીજા સ્થાન પર છે અને તેમને શનિવારથી ન્યૂઝીલેન્ડની સામે પાકિસ્તાનની પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સીરીઝમાં સૂર્યકુમારની નજીકનો આંકડો મેળવવાનો મોકો મળશે.

બોલર્સની લિસ્ટમાં રાશિદ ખાન ટોપ પર
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની વચ્ચે હાલમાં જ સમાપ્ત થયેલી ટી20 આંતરરાષ્ટ્રીય સીરીઝમાં ખેલાડીઓને  ઉત્તમ પ્રદર્શન કરવાનો મોકો મળ્યો છે. જેમાં યુવા સ્પિનર મહીશ તીક્ષણા પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેટિંગ મેળવવામાં સફળ રહ્યાં છે. તો બોલર્સની રેન્કિંગમાં સંયુક્ત રૂપે તેઓ પાંચમા સ્થાન પર પહોંચ્યાં છે. અફઘાનિસ્તાનનાં સ્પિનર રાશિદ ખાન બોલર્સની લિસ્ટમાં ટોપનાં સ્થાન પર છે.

ટોપ-10 બોલર્સમાં એકપણ ભારતીય ખેલાડી નથી
બોલર્સની લિસ્ટમાં ટોપ-10માં કોઈપણ ભારતીય શામેલ નથી. બાંગ્લાદેશની આયરલેન્ડ પર જીત થતાં ટેસ્ટની રેન્કિંગમાં અનેક ફેરફારો આવ્યાં છે. મુશ્ફિકુર રહિમ 126 અને 51 રનનાં સ્કોરથી ટેસ્ટ બેટ્સમેનની લિસ્ટમાં 17માં સ્થાને પહોંચી ગયાં છે.તો તાઈજુલ ઈસ્લામ અને શાકિબ અલ હસનને બોલર્સની લિસ્ટમાં ફાયદો મળ્યો છે. તાઈજુલ 20માં સ્થાન પર પહોંચ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ