બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Indian astronomer discovers black hole that could fit 100 million suns inside it

સ્પેસ / VIDEO : પૃથ્વીથી 3.5 અબજ પ્રકાશવર્ષ દૂર દેખાઈ આ રહસ્યમયી વસ્તુ, ભારતીય વૈજ્ઞાનિકે પકડી, અબજો સૂર્ય સમાઈ શકે

Hiralal

Last Updated: 08:13 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાસામાં કામ કરી રહેલા ભારતીય ખગૌળશાસ્ત્રીએ પૃથ્વીથી 3.5 અબજ પ્રકાશવર્ષ દૂર એક વિશાળ બ્લેકહોલની શોધ કરી છે.

  • નાસામાં ભારતીય ખગૌળશાસ્ત્રીએ કરી વિશાળ બ્લેક હોલની શોધ 
  • અબજો સૂર્ય સમાઈ શકે તેટલો બ્લેક હોલ મોટો 
  • પૃથ્વીથી 3.5 અબજ પ્રકાશવર્ષ દૂર

અવકાશમાં બ્લેક હોલ એક રહસ્યમયી વર્લ્ડ છે જેનો કોઈ પ્રારંભ નથી કે કોઈ અંત નથી. અહીંથી પ્રકાશ પણ પસાર થઈ શકતો નથી. એકવાર કોઈ તેની અંદર જાય છે પછી તે ક્યારેક પાછો આવી શકતો નથી. બ્લેક હોલમાં સમય અને સ્થળની કોઈ મર્યાદા નથી. 

ભારતીય ખગૌળશાસ્ત્રીએ શોધ્યો બ્લેક હોલ 
નાસામાં ભારતીય ખગૌળશાસ્ત્રીએ અવકાશમાં એક વિશાળ બ્લેક હોલની શોધ કરી છે. તેમણે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી અત્યાર સુધી જોયેલા સૌથી દૂરના અને સૌથી મોટા બ્લેક હોલની શોધ કરી છે. આ બ્લેક હોલની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેનો વ્યાપ 10થી 100 મિલિયન સૂર્યની વચ્ચે હોઈ શકે છે. એટલે કે તેની અંદર અબજો સૂર્ય સમાઈ શકે. નાસાના વૈજ્ઞાનિકોએ આ બ્લેક હોલનું નામ UHZ1 રાખ્યું છે. આકાશગંગામાં જોવા મળી રહેલો આ બ્લેક હોલ તેના વિકાસના પ્રારંભિક તબક્કામાં છે. તે પહેલાં ક્યારેય જોવામાં આવ્યો નથી. તેનો વ્યાપ આકાશગંગા જેવો અનંત છે.  UHZ1 બ્લેક હોલ પૃથ્વીથી 3.5 અબજ પ્રકાશવર્ષ દૂર છે. આ ગેલેક્સી ક્લસ્ટર એબેલ 2744ની દિશામાં છે. નાસાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બ્લેક હોલની તસવીર પણ શેર કરી છે.

વિકાસના પ્રારંભિક તબક્કામાં છે UHZ1
કારણ કે આ બ્લેક હોલ હજુ પણ તેના વિકાસના પ્રારંભિક તબક્કામાં છે. આ સિવાય તે અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. તેથી તેનો અભ્યાસ કરીને ખગોળશાસ્ત્રીઓ અવકાશ અને બ્લેક હોલ વિશે વધુ માહિતી મેળવી શકે છે.

શું છે બ્લેક હોલ
એ અવકાશની તે અંધકારમય દુનિયા છે, જેમાં ભૌતિકશાસ્ત્રનો કોઈ નિયમ નથી. અહીં ગુરુત્વાકર્ષણ એટલું શક્તિશાળી છે કે જે અંદર જાય છે તે બહાર નીકળી શકતું નથી. બ્લેક હોલને અવકાશનો રાક્ષસ પણ કહી શકાય. પ્રકાશ પણ તેમાંથી પસાર થઈ શકતો નથી. સમય અને સ્થળની કોઈ મર્યાદા નથી. વિશાળ તારાના મૃત્યુ બાદ બ્લેક હોલ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ