બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વિશ્વ / અમદાવાદ / India will be bidding to host the Olympic Games in 2036

આનંદો / અમદાવાદ ઑલિમ્પિક્સની તૈયારી: મોદી સરકારે મેજબાનીને લઈને કર્યું સૌથી મોટું એલાન

Priyakant

Last Updated: 11:24 AM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુરાગ ઠાકુરે કહ્યું, કેન્દ્ર સરકાર IOAની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દાવેદારીને સમર્થન આપશે અને અમદાવાદ વિશ્વ સ્તરીય રમતગમતના માળખા સાથે યજમાન શહેર હશે

  • ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરશે
  • અમદાવાદ વિશ્વ સ્તરીય રમતગમતના માળખા સાથે યજમાન શહેર હશે: અનુરાગ ઠાકુર 
  • ગુજરાતે અનેક વખત ઓલિમ્પિકની યજમાનીમાં રસ દાખવ્યો, તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે: અનુરાગ ઠાકુર 

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, સપ્ટેમ્બર 2023માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સત્ર દરમિયાન IOCના સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે અનુરાગ ઠાકુરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દાવેદારીને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ વિશ્વ સ્તરીય રમતગમતના માળખા સાથે 'યજમાન શહેર' હશે. 

શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ ? 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતે અગાઉ 1982 એશિયન ગેમ્સ અને 2010 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. હવે ભારત ઓલિમ્પિકની યજમાની માટે તૈયાર છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, જો ભારત આટલા મોટા પાયા પર G-20 પ્રેસિડન્સીનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે, સરકાર IOA સાથે મળીને દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરી શકે છે. અમને આશા છે કે, ભારત સંપૂર્ણ તૈયારી કરશે અને ઓલિમ્પિક માટે બોલી લગાવશે.

ઠાકુરે જણાવ્યું હતું કે, ગુજરાતે અનેક વખત ઓલિમ્પિકની યજમાનીમાં રસ દાખવ્યો છે. તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે - હોટેલ્સ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ. ગુજરાતમાં ઓલિમ્પિકની યજમાની માટે ચૂંટણી પહેલા રાજ્ય સરકારે તેના મેનિફેસ્ટોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે.

આ સાથે અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, જો ભારત આટલા મોટા પાયે G20 પ્રેસિડન્સીનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે સરકાર IOA સાથે મળીને દેશમાં ઓલિમ્પિકની યજમાની કરી શકશે. આપણે બધા જાણીએ છીએ કે 2032 સુધી સ્લોટ બુક થઈ ગયા છે પરંતુ 2036 થી અમને આશા છે અને મને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બોલી લગાવશે.

શા માટે 2028 ઓલિમ્પિકનું આયોજન કરી શકાતું નથી ?

ભારત ઓલિમ્પિક 2028 અથવા 2032 માટે બિડ કરી શકશે નહીં કારણ કે તેની યજમાની કરવાના દેશો નક્કી થઈ ચૂક્યા છે. 2026માં ફ્રાન્સમાં, 2028માં અમેરિકા અને 2032માં ઓસ્ટ્રેલિયામાં ઓલિમ્પિક ગેમ્સ રમાશે.

ગુજરાતે તાજેતરમાં નેશનલ ગેમ્સનું આયોજન કર્યું હતું

ગુજરાતે 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2022 દરમિયાન નેશનલ ગેમ્સની 36મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં રમતો રમાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ