બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / india vs zimbabwe 3rd odi match live score

Ind Vs Zim: / અંતિમ ઓવરમાં ભારતીય ટીમને જીવમાં જીવ આવ્યો, ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું, ભારતે 3-0 થી ક્લીન સ્વિપ કરી

Pravin

Last Updated: 09:21 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે ઝિમ્બાબ્વેને ત્રીજી વન ડે મેચ 13 રનથી હરાવી દીધી છે. આ સાથે જ ભારતીય ટીમ આ સિરીઝમાં 3-0થી ક્લિન સ્વિપ કર્યું છે.

  • ભારતે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 13 રને જીત મેળવી
  • સિરીઝ પર ભારતે 3-0થી ક્લિન સ્વિપ કરી
  • અંતિમ ઓવરમાં ખેલ થઈ ગયો

 

ભારતે ઝિમ્બાબ્વેને ત્રીજી વન ડે મેચ 13 રનથી હરાવી દીધી છે. આ જીત સાથે જ તેણે ત્રણ મેચોની વન ડે સીરીઝમાં ઝિમ્બાબ્વેનો સફાયો કરી નાખ્યો છે. ઝિમ્બાબ્વેને જીત માટે 290 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પણ તે 276 રન પર સમેટાઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાને સતકીય ઈનિંગ્સ રમી હતી. 

ભારતે 13 રનથી મેચ જીતી

ઝિમ્બાબ્વેને ત્રીજી વનડે મેચમાં ભારતે 13 રનેથી હરાવ્યું છે. આ જીત સાથે જ ભારતીય ટીમે સિરીઝ પણ 3-0થી પોતાના નામે કકરી દીધી છે. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ 115 રન બનાવીને મેચને ભારતના કબ્જામાં છીનવી લેવાની ભરપૂર કોશિશ કરી હતી. ભારત તરફથી આવેશ ખાને સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. તો વળી દીપક ચાહર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે બે-બે વિકેટો લીધી હતી.  

ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ 95 બોલમાં 115 રન ફટકાર્યા હતા. એક સમયે એવું લાગતુ હતું કે, તે પોતાની ટીમને આ મેચ જીતાડી દેશે. પણ શાર્દૂલ ઠાકુરના બોલ પર શુભમન ગિલે શાનદાર કેચ પકડી લીધો અને તેના ધૂંઆધાર બેટીંગ પર બ્રેક લગાવી દીધી હતી. આવેશ ખાને સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. દીપક ચાહર, અક્ષર પટેલ, કુલદીપ યાદવના ખાતામાં 2-2 વિકેટ આવી હતી. 

ટીમ ઈંડિયા માટે મેચમાં સૌથી વધારે રન શુભમન ગિલે કર્યા હતા. તેમણે પોતાની ઈન્ટરનેશન કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. પંજાબના આ બેટ્સમેને 97 બોલમાં 130 રન ફટકાર્યા હતા. તો વળી ઈશાન કિશને પણ પોતાની વન ડે કરિયરની બીજી ફિફ્ટી બનાવી હતી. બ્રૈડ એવંસે શાનદાર બોલિંગ કરી અને ઝિમ્બાબ્વે માટે સૌથી વધારે 5 વિકેટ લીધી હતી. 

ઝિમ્બાબ્વે વિરુદ્ધ સૌથી વધારે મેચ જીતવાનો રેકોર્ડ

સીરિઝમાં 3-0ની જીત સાથે ભારતીય ટીમે પાકિસ્તાનના એક મોટો રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પાકિસ્તાને ઝિમ્બાબ્વે વિરુદ્ધ અત્યાર સુધીમાં 62 મેચ રમી હતી અને તેમાં 54 મેચ જીતી છે. આ જીત સાથે ભારતે પણ ઝિમ્બાબ્વે વિરુદ્ધ વન ડેમાં 54 જીત મેળવી લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ