બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / India vs West Indies: 1st test dominica match can be cancelled due to rain

સ્પોર્ટસ્ / ક્રિકેટ રસિકોનું દિલ તૂટી જશે.! ભારત વેસ્ટઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટને નડશે વરસાદી ખતરો? સામે આવ્યું મોટું અપડેટ

Vaidehi

Last Updated: 05:08 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs West Indies: ભારત અને વેસ્ટઈંડીઝની વચ્ચે ડોમિનિકાનાં વિંડસર પાર્કમાં રમાનારી ટેસ્ટ મેચ દરમિયાન સંભવત: વરસાદ આવી શકે છે અને મેચ કેન્સલ થઈ શકે છે.

  • ભારત અને વેસ્ટઈંડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં આવશે ખેલેલ
  • ડોમિનિકામાં થનારી મેચમાં  ભારે વરસાદની આગાહી
  • વરસાદનાં લીધે રદ થઈ શકે છે પ્રથમ ટેસ્ટ મેચ

ભારતીય ક્રિકેટ ટીમ 1 મહિનાનાં બ્રેક બાદ વેસ્ટઈંડીઝાં પ્રવાસે 12 જૂલાઈથી મેચની શરૂઆત કરવા જઈ રહી છે. આ દરમિયાન શરૂઆતની 2 ટેસ્ટ મેચ એકસાથે રહેશે. ડોમિનિકામાં વિંડસર પાર્ક 12-16 જૂલાઈ સુધી પ્રથમ ટેસ્ટની હોસ્ટિંગ કરશે. આ મેચથી પહેલા ક્રિકેટ ફેંસ માટે ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ડોમિનિકામાં થનારી આ મેચ દરમિયાન વરસાદ આવી શકે છે.

શું વરસાદનાં લીધે રદ થશે પ્રથમ ટેસ્ટ મેચ?
હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર ડોમિનિકામાં થનારી પહેલી ટેસ્ટ મેચમાં વરસાદ વરસી શકે છે. જો કે મેચનાં બીજા અને ત્રીજા દિવસે હવામાન સાફ રહી શકે છે. તો ચોથા અને પાંચમા દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્યારે શક્ય છે કે આ વરસાદ પ્રથમ ટેસ્ટ મેચમાં ખલેલ પહોંચાડે.

21 વર્ષથી ટીમ ઈન્ડિયાને મળી છે જીત
ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2002ની સાલમાં વેસ્ટઈંડીઝની સામે ટેસ્ટ સીરીઝ હારી હતી. તે બાદ ભારત અને વેસ્ટઈંડીઝની વચ્ચે કુલ 8 ટેસ્ટ સીરીઝ રમાઈ છે જેમાંથી 4 સીરીઝ ભારતમાં અને 4 વેસ્ટઈંડીઝમાં રમવામાં આવી છે. આ તમામ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ વિજય મેળવ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો દબદબો
ટેસ્ટ મેચો બાદ યોજાનારી વનડે સીરીઝ પણ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની સાબિત થશે. મહત્વનું છે કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ODI વર્લ્ડ કપ પણ રમાવાનો છે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોતાની તૈયારીઓ આ ODI સીરીઝ દ્વારા કરશે. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝનું તાજેતરનું પ્રદર્શન એટલું ખાસ રહ્યું નથી અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાઈ કરી શકી નથી. તેને નેધરલેન્ડ, ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ જેવી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
1લી મેચ - 12 થી 16 જુલાઈ, 
બીજી મેચ - 20 થી 24 જુલાઈ

1લી ODI - 27 જુલાઈ
બીજી ODI - 29 જુલાઈ
ત્રીજી ODI - 1 ઓગસ્ટ

1લી T20 - 3 ઓગસ્ટ
બીજી T20 - 6 ઓગસ્ટ
ત્રીજી T20 - 8 ઓગસ્ટ
ચોથી T20 - 12 ઓગસ્ટ
પાંચમી T20 - 13 ઓગસ્ટ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ