બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / India-Pakistan Match: From Sachin, Anushka to many celebrities reached Ahmedabad

વર્લ્ડ કપ 2023 / આજે IND vs PAK વચ્ચે કાંટે કી ટક્કર: સચિન, અનુષ્કાથી લઇને અનેક હસ્તીઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પહોંચી અમદાવાદ

Malay

Last Updated: 01:31 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: આજે બપોરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને નિહાળવા 200 જેટલા VIP આવશે અમદાવાદ, એરપોર્ટથી લઈને સ્ટેડિયમ સુધી ગોઠવવામાં આવ્યો લોખંડી બંદોબસ્ત.

  • ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો 
  • 200 જેટલા VIP આવશે અમદાવાદ 
  • એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત 
  • સચિન તેંડુલકર અમદાવાદ આવ્યા 

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમય ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે. ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચને લઇ અમદાવાદમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને ક્રિકેટ રસિયાઓ દૂર-દૂરથી અમદાવાદ પહોંચ્યા છે. દર્શકોને 10.00 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. એરપોર્ટથી લઈને સ્ટેડિયમ સુધી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજની મેચમાં ફિલ્મ સ્ટાર્સથી લઈને રાજનેતાઓ અને અનેક VVIP મહેમાનો સ્ટેડિયમ ખાતે હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે લગભગ 200 જેટલા VIP અમદાવાદના સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચને નિહાળશે. 

અમિતાભ બચ્ચન અને રજનીકાંત મેચ નિહાળશે
આજે રમાનારી મેચને લઈને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચી ચૂક્યા છે. તો બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ અમદાવાદ આવી ચૂકી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ 1.30 વાગ્યે થશે અને મેચ 2 વાગ્યે શરૂ થશે. ICC અને BCCIએ ભારત-પાકિસ્તાનની મેચને લઈને ખાસ તૈયારીઓ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત મેચ જોવા સ્ટેડિયમ પહોંચશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાજર રહેશે.   

દિગ્ગજ સિંગરો અને કલાકારોને આમંત્રણ
વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું ન હતું, તો બીજી તરફ હવે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બોલિવૂડના ઘણા દિગ્ગજ સિંગરો અને કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે BCCIએ ટ્વીટ જણાવ્યું છે કે, 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ખ્યાતનામ સિંગર સિંગર અરિજીત સિંહ, શંકર મહાદેવન, સુખવિંદર સિંહ પરફોર્મ કરતા જોવા મળશે. આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી દર્શકોને પ્રવેશ આપવાનું શરૂ થશે. બપોરે 12.30 વાગ્યે સ્ટેડિયમમાં કલાકારોના પરફોર્મન્સ શરૂ થશે.'

મેચને લઈને જડબેસલાક સુરક્ષા
અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારો પોલીસે રિહર્સલ કરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. 4 IG-DIG, 21 DCP, 47 ACP બંદોબસ્તમાં જોડાશે. તેમજ 131 PI, 369 PSI સહિત 7 હજાર જેટલા પોલીસકર્મી તહેનાત રહેશે. તેમજ 4 હજારથી વધુ હોમગાર્ડનાં જવાનો પણ સુરક્ષામાં જોડાશે. સ્ટેડિયમમાં 2 હજાર જેટલા CCTVથી નજર રખાશે. તેમજ 1 હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. BDDS વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરાશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ