બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / India is the most populous country in the world

મહામંથન / વસતિની દ્રષ્ટિએ અવ્વલ ભારત, દેશને કેટલો ફાયદો? માળખાકીય સુવિધા રોજગારીના પ્રશ્નો કેટલા જટિલ બનશે?

Dinesh

Last Updated: 06:23 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે એ જોવું પડશે કે સૌથી વધુ વસતિ ધરાવતા દેશ તરીકે ફાયદા કેટલા છે, પડકાર કેટલા છે, અને બંનેને બેલેન્સ કઈ રીતે કરવા.

  • વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત
  • ને ભારતની વસતિ ચીનથી 29 લાખ વધુ
  • ભારતની કુલ વસતિ 142.86 કરોડ થઈ 

વસતિ વધારો એવો વિષય છે પર ધારીએ એટલી ચર્ચા થઈ શકે. જો કે આજે ભારત માટે સારા સમાચારની સાથે પડકારજનક સમાચાર એ છે કે વસતિની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પહેલા નંબરનો દેશ છે અને તેણે ચીનને પાછળ છોડ્યું છે. આ વસતિ વધારા પાછળ સંયુક્ત રાષ્ટ્રએ મહત્વના વૈજ્ઞાનિક તારણ પણ કાઢ્યા છે. ભારતે એ જોવું પડશે કે સૌથી વધુ વસતિ ધરાવતા દેશ તરીકે ફાયદા કેટલા છે, પડકાર કેટલા છે, અને બંનેને બેલેન્સ કઈ રીતે કરવા. એક મહત્વનું પાસુ એ પણ છે કે 15થી 64 વર્ષની વયજૂથના આપણા દેશમાં 68 ટકા લોકો છે હવે આ પ્લસ પોઈન્ટનો ભારત કઈ રીતે ફાયદો ઉઠાવે છે તે અગત્યનું છે. વધતી વસતિ દેશના આર્થિક અને સામાજિક પાસાને પણ અસર કરે છે, વધતી વસતી લોકોને મળતી તકને પણ અસર કરે છે. જો કે આ વસતિ વધારો આજકાલનો નથી અને એકંદરે દેશ આવી સ્થિતિમાંથી સાંગોપાંગ બહાર ઉતર્યો છે તે પણ હકીકત છે, ભારત અને ચીનની વસતિની તુલનાત્મક સરખામણીમાં કોણ આગળ છે? ભારત માટે હવે પડકાર અને ફાયદા શું છે.

ભારતની કુલ વસતિ 142.86 કરોડ થઈ 
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બન્યો છે અને ભારતની વસતિ ચીનથી 29 લાખ વધુ છે તેમજ ભારતની કુલ વસતિ 142.86 કરોડ થઈ છે. પહેલીવાર બન્યું કે 1950 પછી ચીન કરતા ભારતની વસતિ વધુ થઈ છે. UN દ્વારા ગત વર્ષે જ આ વાતનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તો ખાસ તમને જણાવી દઈએ કે, ભારતમાં વિશ્વની સૌથી વધુ યુવા વસતિ છે.

સંયુક્ત રાષ્ટ્રના આંકડાનું શું છે તારણ?
ભારતની વસતિ ચીન કરતા વધુ છે અને ભારતે ચીનને કયારે પાછળ છોડ્યું તે સ્પષ્ટ નથી જો કે, ભારત અને ચીનની વસતિની દ્રષ્ટિએ તુલના કરવી મુશ્કેલ છે અને બંને દેશના ડેટા કલેકશનમાં થોડુ અંતર છે. ચીનમાં વસતિ વધારો ગત વર્ષે ચરમસીમાએ હતો અને હવે ચીનની વસતિમાં ઘટાડો થયો છે. ભારતની વસતિ હાલ વધી રહી છે જો કે ભારતના વસતિના વૃદ્ધિદરમાં 1980 પછી ઘટાડો થયો છે.

વયજૂથની દ્રષ્ટિએ વસતિ

ભારત ચીન
0 થી 14 વર્ષ થી 14 વર્ષ
25% 17%

ભારત ચીન
10 થી 19 વર્ષ 10 થી 19 વર્ષ
18% 12%

ભારત ચીન
10 થી 24 વર્ષ 10 થી 19 વર્ષ
26% 18%

ભારત ચીન
15 થી 64 વર્ષ 10 થી 19 વર્ષ
68% 69%

ભારત ચીન
65 વર્ષથી ઉપર 65 વર્ષથી ઉપર
7% 14%

અમેરિકાના એક રિપોર્ટમાં શું છે તારણ?
18મી સદીમાં ભારતની વસતિ 12 કરોડ આસપાસ હશે તેમજ 1820 આસપાસ ભારતની વસ્તી 13.40 કરોડ આસપાસ હતી અને 19મી સદી સુધીમાં ભારતની વસતિ 23 કરોડને પાર પહોંચી તો વળી 2001માં ભારતની વસતિ 100 કરોડને પાર પહોંચી હતી અને હાલ હાલ ભારતની વસતિ 140 કરોડથી વધુ છે. 2050 સુધીમાં ભારતની વસતિ 166 કરોડ આસપાસ થશે.

વસતિ વધારા માટે કારણો
શિશુ મૃત્યુદરમાં ઘટાડો
ભારતમાં 1 વર્ષથી ઓછી વયના બાળકોનો મૃત્યુદર ઘટ્યો
નવજાત મૃત્યુદરમાં ઘટાડો
28 દિવસની ઉમર સુધીના બાળકોના મૃત્યુનું પ્રમાણ ઘટ્યું
અંડર-5 મોર્ટેલીટી રેટ ઘટ્યો
5 વર્ષથી નીચેના બાળકોના મૃત્યુદરમાં ઘટાડો
 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ