Canadian Rapper Shubh: ખાલિસ્તાની સમર્થક શુભજીતનો ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. શુભ પર ખાલિસ્તાની ગ્રુપને સમર્થ આપવા અને ભારતનો ખોટો નક્સો શેર કરવાનો આરોપ છે. પ્રો ખાલિસ્તાની-કેનેડીયન રેપર શુભનો મુંબઈ કોન્સર્ટ રદ્દ કરવામાં આવ્યો છે.
ખાલિસ્તાની સમર્થક છે શુભજીત
ભારતમાં થઈ રહ્યો છે શુભનો વિરોધ
મુંબઈમાં કોન્સર્ટ કરવામાં આવ્યો રદ્દ
ભારત અને કેનેડાની વચ્ચે રાજનૈતિક સંબંધમાં તણાવની વચ્ચે પંજાબી રેપર શુભ પણ વિવાદોમાં આવી ગયો છે. ભારતમાં શો રદ્દ થયા બાદ કેનેડા બેસ્ડ પંજાબી રેપર શુભનીત સિંહનું દર્દ છલકાઈ ગયું છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું, ભારત મારો પણ દેશ છે. મેરો જન્મ પણ અહીં જ થયો હતો. આ મારા ગુરૂઓ અને મારા પૂર્વજોની ભૂમિ છે.
જણાવી દઈએ કે ખાલિસ્તાની સમર્થક શુભજીતનો ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. શુભ પર ખાલિસ્તાની ગ્રપને સમર્થન આપવા અને ભારતનો ખોટો નક્શો શેર કરવાનો આરોપ છે. પ્રો ખાલિસ્તાની કેનેડિયન રેપર શુભનો મુંબઈ કોન્સર્ટ રદ્દ કરવામાં આવ્યો છે.
બુક માય શો કંપનીએ બધા લોકોની ટિકિટના પૈસા પરત આપવાનું શરૂ કરી દીધું છે. જેમણે શો માટે ટિકિટ ખરીદી હતી. કંપનીએ કહ્યું છે કે રિફંડ પ્રક્રિયામાં લગભગ 7-10 વર્કિંગ ડેનો સમય લાગશે.
"મારૂ સપનું છે સંગીતને આંતરરાષ્ટ્રીય મંચ પર રાખવું"
ભારતમાં શો રદ્દ થવા પર રેપર શુભે ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું, ભારતના પંજાબથી આવનાર એક યુવા રેપર-ગાયકના રૂપમાં પોતાના સંગીતને આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર મુકવું મારા જીવનનું સપનું છે. પરંતું હાલની ઘટનાઓએ મારી મહેનત અને પ્રગતિને પ્રભાવિત કરી છે. હું મારી નિરાશા અને દુખ વ્યક્ત કરવા માટે અમુક શબ્દો કહેવા માંગુ છું.
તેમણે આગળ કહ્યું, "હું ભારતમાં પોતાનો પ્રવાસ રદ્દ થવાથી ખૂબ જ નિરાશ છું. હું પોતાના દેશમાં પોતાના લોકોની સામે પરફોર્મન્સ આપવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. તૈયારીઓ જોરો પર હતી અને છેલ્લા બે મહિનાથી સંપૂર્ણ દિલથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. હું ખૂબ ઉત્સાહિત, ખુશ અને પરફોર્મન્સ માટે તૈયાર હતો. પરંતુ મને લાગે છે કે નિયતિને કંઈક બીજુ જ મંજૂર છે."
"પંજાબ મારી આત્મા છે... પંજાબ મારા લોહીમાં છે"
શુભે કહ્યું, "ભારત મારો પણ દેશ છે... હું અહીં જન્મો છું. આ મારા ગુરૂઓ અને મારા પૂર્વજોની ભૂમિ છે. તેમણે આ ભૂમિના આઝાદી માટે તેની મહિમા માટે અને બલિદાન માટે એક ક્ષણનો પણ નથી વિચાર કર્યો. પંજાબ મારી આત્મા છે. પંજાબ મારા લોહીમાં છે. આજે હું જે પણ કંઈ છું. પંજાબી હોવાના કારણે છું. પંજાબીઓને દેશભક્તિનો પુરાવો આપવાની જરૂર નથી. ઈતિહાસના દરેક મોડ પર પંજાબીઓએ આ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. માટે મારો વિનમ્ર અનુરોધ છે કે દરેક પંજાબીને અલગાવવાદી કે રાષ્ટ્ર-વિરોધી જાહેર ન કરવામાં આવે."