બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / india china border galwan valley ladakh itbp india high alert

એલર્ટ / ગલવાનમાં ચીનના દગા બાદ, સરહદ પર તણાવ, ITBPની 180 પોસ્ટ પર કરવામાં આવ્યું આ કામ

Dharmishtha

Last Updated: 11:23 AM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લદ્દાખની ગલવાની ખીણમાં ચીનની છેતરપિંડી બાદ ભારત-ચીન સરહદની તમામ પોસ્ટ્સ પર હાઈએલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરાખંડ, હિમાચલ, અરુણાચલ પ્રદેશ અને લદ્દાખ જેવા ચીનની સરહદે આવેલા રાજ્યોમાં આઇટીબીપીની તમામ પોસ્ટ્સ પર એલર્ટ આપવામાં આવ્યું છે.

  • આઇટીબીપીની 180 પોસ્ટ્સ પર હાઇ એલર્ટ
  • ઉત્તરાખંડ, હિમાચલ, અરુણાચલ, લદ્દાખમાં તકેદારી
  • ભારત-ચીન સરહદ પર પેટ્રોલિંગ વધાર્યું

આઇટીબીપીએ પેટ્રોલિંગમાં વધારો કર્યો 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આઇટીબીપીના જવાનોએ ચીનની હિલચાલ પર નજર રાખવા માટે ઘણી જગ્યાએ એલઆરપી (લોંગ રેન્જ પેટ્રોલિંગ) અને એસઆરપી (શોર્ટ રેન્જ પેટ્રોલિંગ) ની સંખ્યામાં વધારો કર્યો છે. સરહદ પર ચીનના દરેક વર્તન પર નજર રાખવામાં આવી રહી છે.

180 થી વધુ સરહદ ઓઉટ પોસ્ટ એલર્ટ

ઉલ્લેખનીય છે કે આઇટીબીપી ભારત-ચીન સરહદ પર નજર રાખવા માટે જવાબદાર છે. ગલવાનમાં ચીનની છેતરપિંડી અને ષડયંત્રને લીધે  20 ભારતીય સૈનિકોને શહીદ થયા છે. આ પછી ઉત્તરાખંડ, હિમાચલ, અરુણાચલ અને લદ્દાખમાં ભારત-ચીન સરહદ પરની તમામ 180 સરહદ ચોકીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. તાજેતરમાં આઈટીબીપીએ લદ્દાખમાં સરહદ ચોકી પર 1500 વધારાના જવાનો તૈનાત કર્યા હતા.

લાહૌલ-સ્પીતી નજીક ચોકી

સુરક્ષાને સુનિશ્ચિત કરવાના સાવચેતીના પગલા તરીકે હિમાચલ પ્રદેશમાં કિન્નૌર અને લાહૌલ-સ્પીતી નજીક એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે મંગળવારે આ માહિતી આપી હતી. રાજ્ય સરકારે કહ્યું કે ગુપ્તચર એજન્સીની માહિતી પછી આ પગલું ભરવામાં આવ્યું છે અને રાજ્યના તમામ ગુપ્તચર એકમોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

ચીન યથાસ્થિતિ બદલવા માંગતુ હતુ

આ તરફ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીન એક્ચ્યૂઅલ  લાઇન ઓફ કંટ્રોલ (એલએસી) ની હાલની સ્થિરતાને બદલવા માંગે છે અને ચીન દ્વારા યથાસ્થિતિમાં ફેરફારના પ્રયાસના પરિણામ રુપે સોમવારે હિંસક અથડામણ થઈ હતી.

વિદેશ મંત્રાલયના અધિકારી પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એલએસીની સ્થિતિ બદલવા માટે ચીની બાજુનો  એકતરફી રીતે પ્રયાસ થયો હતો. શ્રીવાસ્તવે કહ્યું કે આ અથડામણમાં બંને પક્ષના સૈનિકો જાનહાનિ થઈ છે. આ  પરિસ્થિતિ ટાળી શકાય છે. તેમણે ચીનની નિંદા કરતા કહ્યું કે ઉચ્ચ સ્તરે થયલા કરારને ચીને તોડી નાંખ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ