બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / INDIA Alliance meeting: Mallikarjun Kharge can become the opposition party alliance convenor

દેશ / વિપક્ષી પાર્ટીઓના નેતા બની શકે છે મલ્લિકાર્જુન ખડગે, INDIA સંયોજકનું પદ મળે તેવી શક્યતા: નીતિશ કુમારનું પત્તું કપાયું

Vaidehi

Last Updated: 04:48 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INDIA Alliance Meeting: સૂત્રો અનુસાર મુંબઈમાં થનારી વિપક્ષી ગઠબંધનની બેઠકમાં મલ્લિકાર્જુન ખરગે ગઠબંધનનાં કન્વીનર તરીકે નિયુક્ત થઈ શકે છે.

  • મલ્લિકાર્જુન ખરગે વિપક્ષી ગઠબંધનનાં કન્વીનર બની શકે છે
  • ઈન્ડિયા એલાયન્સની મીટિંગમાં આવી શકે છે નિર્ણય
  • CM નીતીશ કુમારે પદ બાબતે આપ્યું પોતાનું નિવેદન

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને વિપક્ષી ગઠબંધન INDIAનાં કન્વીનર બનાવવામાં આવી શકે છે. ઈન્ડિયા ગઠબંધનનાં સંયોજકનાં રૂપમાં ખરગેનાં નામનું એલાન મુંબઈમાં થનારી આવનારી બેઠકમાં થઈ શકે છે. સૂત્રો અનુસાર ગઠબંધનમાં શામેલ થયેલ પાર્ટિઓ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને રણનીતિઓ બનાવવા પર ભાર આપી રહી છે. તેથી એક વરિષ્ઠ દલિત નેતા તરીકે ખરગેનું નામ મીટિંગ દરમિયાન લેવામાં આવે તેવી સંભાવના છે.

બિહારનાં CM નીતીશ કુમારે હાથ ઊંચા કર્યાં
બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારને સંયોજક બનાવવું કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે. જો કે નીતીશ કુમાર અનેક વખત ઈનકાર કરી ચૂક્યાં છે કે તેઓ આવું કંઈ ઈચ્છતા નથી. તેમણે સોમવારે કહ્યું હતું કે હું કંઈ ઈચ્છા નથી ધરાવતો, અમે તો માત્ર લોકોને એક કરવા ઈચ્છીએ છીએ. તેમણે આજે ફરી કહ્યું કે અમે મુંબઈ જઈ રહ્યાં છીએ અને મારી પાસે દેશની મોટાભાગની વિપક્ષી પાર્ટીઓને એકજૂથ કરવાનું કામ છે. વ્યક્તિગત ધોરણે મને કોઈપણ પદમાં કોઈ જ રસ નથી. '

ક્યારેક પણ થઈ શકે છે લોકસભા ચૂંટણી
આ સાથે બિહારનાં CMએ દાવો કર્યો છે કે,' દેશમાં લોકસભા ચૂંટણી ક્યારેક પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે જરૂરી નથી કે ચૂંટણી નિયત સમયે જ થશે. કેટલાક લોકો દેશમાં કંઈપણ કરવા માટે સક્ષમ છે. હું છેલ્લાં 7 મહિનાથી આ વાત બોલી રહ્યો છું'

મુંબઈમાં INDIAની બેઠક
મુંબઈમાં થનારી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠકમાં 11 સદસ્યીય સમિતિ જાહેર થઈ શકે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે આ બેઠક 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરનાં રોજ આયોજિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ