બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Hardik Pandya appeared happy even after the defeat of Team India, praised this player

IND vs WI / ટીમ ઈન્ડિયાની હાર બાદ પણ ખુશ દેખાયો હાર્દિક પંડ્યા, આ ખેલાડીના કર્યા ખૂબ વખાણ, કહ્યું યુવા ટીમ તો ભૂલો કરશે

Megha

Last Updated: 12:25 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI: પહેલી T20 મેચમાં હાર છતાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ થયો નથી. તેણે યુવા ખેલાડીઓની પ્રશંસા કરી અને ટીમની હાર પર કહ્યું કે ટીમ યુવા છે અને હારમાંથી પણ શીખશે.

  • ટીમ ઈન્ડિયા  વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20માં 4 રનથી હારી
  • હાર બાદ  કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું 
  • હાર્દિકે ટીમની હાર પર કહ્યું કે ટીમ યુવા છે અને હારમાંથી પણ શીખશે

Hardik Pandya News: વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 4 રને પરાજય થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 149 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 9 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી હતી. આ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે.

ટીમ યુવા છે અને હારમાંથી પણ શીખશે
ભારતને 200મી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને 4 રને હરાવ્યું હતું. ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 39 રનની ઇનિંગ રમી હતી. પહેલી T20 મેચમાં હાર છતાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ થયો નથી. તેણે યુવા ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું કે અમે આવનારી 4 મેચમાં પુનરાગમન કરીશું. હાર્દિકે ટીમની હાર પર કહ્યું કે ટીમ યુવા છે અને હારમાંથી પણ શીખશે. હાર્દિકે કહ્યું કે અમારો રનનો ચેઝ કરવો યોગ્ય હતો. અમે કેટલીક ભૂલો કરી જેના કારણે અમને મેચની કિંમત ચૂકવવી પડી. 

શરૂઆતમાં અમે કેટલીક ભૂલો કરી હતી
હાર્દિકે કહ્યું, 'શરૂઆતમાં અમે કેટલીક ભૂલો કરી હતી, જેના માટે અમારે નુકસાન સહન કરવું પડ્યું હતું. યુવા ટીમ ભૂલો કરશે, અમે તેમાંથી શીખીશું, આગામી ચાર મેચ સારી જશે. ટી20 ક્રિકેટમાં જો તમે વિકેટ ગુમાવો છો તો તેનો પીછો કરવો મુશ્કેલ બની જાય છે. થોડા સારા શોટ્સ રમત બદલી શકે છે.

મુકેશ કુમારના વખાણ કર્યા
હાર્દિકે નવોદિત ફાસ્ટ બોલર મુકેશ કુમારના વખાણ કર્યા હતા. તેણે કહ્યું, 'વેસ્ટ ઈન્ડિઝમાં આ બે સપ્તાહમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરવું મુકેશ માટે ખરેખર શાનદાર છે. હાર્દિકે અન્ય નવોદિત તિલક વર્માની પણ પ્રશંસા કરી હતી. તેને આ રીતે રમતા જોઈને આનંદ થયો. તેની પાસે અદ્ભુત આત્મવિશ્વાસ અને નિર્ભયતા છે. તે આવનારા સમયમાં ભારત માટે એક મહાન સંપત્તિ સાબિત થશે.

ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગ
ઇશાન કિશન અને શુભમન ગિલ આ મેચમાં ઇનિંગની શરૂઆત કરવા માટે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. પ્રથમ ગીલે 3 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી. જ્યારે ઈશાને 6 રનની ઇનિંગ રમી હતી. આ પછી સૂર્યકુમાર યાદવે 21 અને તિલક વર્માએ 39 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 19 રન બનાવીને પરત ફર્યો હતો. આ સિવાય સંજુ સેમસન (12) અને અક્ષર પટેલ (13) પણ સસ્તામાં આઉટ થયા હતા. છેલ્લી ઓવરમાં ટીમને જીતવા માટે 10 રનની જરૂર હતી પણ આટલા રન બનાવી શકી નહતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ