બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SL: World champion who hit 11 sixes, 36 fours could get T-20 series berth, know why

ક્રિકેટ / IND vs SL: 11 છગ્ગા, 36 ચોગ્ગા ફટકારનાર આ વર્લ્ડ ચેમ્પિયનને મળી શકે T-20 સિરીઝમાં સ્થાન, જાણો કારણ

Megha

Last Updated: 04:40 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને શ્રીલંકાની ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં આ યુવા બેટ્સમેનને સ્થાન મળી શકે છે, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં રમે આ મેચ.

  • ભારત અને શ્રીલંકાનીT20 ઈન્ટરનેશનલ સિરીઝ 3 જાન્યુઆરીથી શરૂ
  • આ ટીમમાં કોઈ યુવા બેટ્સમેનને સ્થાન મળી શકે છે
  • આ સીરિઝમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં રમે

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ 3 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને શ્રીલંકા સામેની આ T20 શ્રેણી માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. એવામાં ભારતીય ટીમના કેમ્પમાંથી એક મોટી માહિતી સામે આવી રહી છે. સાથે એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે આ ટીમમાં કોઈ ડેશિંગ યુવા બેટ્સમેનને સ્થાન મળી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Dhull (@yashdhull22)

આ યુવા બેટ્સમેનને સ્થાન મળશે 
ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનશીપમાં અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર યશ ધુલને હવે સિનિયર ટીમમાં એન્ટ્રી મળી શકે છે. સમાચાર અનુસાર યશ ધૂલને શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાંમાં તક આપવામાં આવી શકે છે. શ્રીલંકા સામે યશ ધુલને મોકો આપવાનું સૌથી મોટું કારણ છે તેનું ટેલેન્ટ અને લગાતાર રન બનાવવાની કાબિલિયત. 20 વર્ષના આ બેટ્સમેને ઘણા ઓછા સમયમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેનો કમાલ બતાવીને દીધો છે. 

8 T20 મેચમાં 72.60ની એવરેજથી 363 રન બનાવ્યા
જો યશ ધુલના T20 પ્રદર્શનની વાત કરીએ તો આ ખેલાડીએ 8 T20 મેચમાં 72.60ની એવરેજથી 363 રન બનાવ્યા છે. આ દરમિયાન યશ ધુલેએ ત્રણ અડધી સદી પણ ફટકારી છે સાથે જ તેના બેટમાંથી 11 છગ્ગા અને 36 ચોગ્ગા પણ નીકળ્યા છે. આ સાથે જ યશ ધુલે લિસ્ટ A મેચોમાં પણ તેનું સારું પ્રદર્શન બતાવ્યું છે, ફર્સ્ટ ક્લાસ મેચોમાં આ જમણા હાથના બેટ્સમેને 60થી વધુની એવરેજથી 939 રન બનાવ્યા છે જેમાં 4 સદીનો સમાવેશ થાય છે. 

કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં રમે
જણાવી દઈએ કે શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સિરીઝ 3 જાન્યુઆરીથી શરૂ થવાની છે અને તેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં રમે તેવા અહેવાલો મળ્યા છે. એ મળતા  અહેવાલો અનુસાર રોહિત હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને કોહલીએ પણ આ મેચમાંથી બ્રેક માંગ્યો છે. સાથે જ તમને જણાવી દઈએ એ યશ ધુલ સિવાય આ સીરિઝમાં રવીન્દ્ર જાડેજા પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી શકે છે. એશિયા કપ સમયે જાડેજાને ઈજા થઈ હતી એટલા માટે તે વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ