બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs sl mohammed siraj 3rd indian who did best bowling in powerplay

IND vs SL / મોહમ્મદ સિરાજ પાવરપ્લેમાં બેસ્ટ બોલિંગ કરનારા ત્રીજા ભારતીય, જાણો બાકી બોલરોના નામ

Premal

Last Updated: 01:24 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે ત્રીજી વન-ડેમાં સારી બોલિંગ કરી. આ દરમ્યાન તેઓ પાવરપ્લેમાં બેસ્ટ બોલિંગ કરનારા ભારતના ત્રીજા બોલર બન્યાં.

  • મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે ત્રીજી વન-ડેમાં સારી બોલિંગ કરી
  • પાવરપ્લેમાં બેસ્ટ બોલિંગ કરનારા ત્રીજા ભારતીય
  • છેલ્લી મેચમાં મહેમાન ટીમના બેટરોએ સિરાજની આગળ સમર્પણ કર્યુ

શ્રીલંકા સામે ત્રીજી વન-ડેમાં મોહમ્મદ સિરાજની ખતરનાક બોલિંગ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે ત્રીજી વન-ડેમાં ખતરનાક બોલિંગ કરી. તિરૂવનંતપુરમમાં થયેલ છેલ્લી મેચમાં મહેમાન ટીમના બેટરોએ સિરાજની આગળ સમર્પણ કરી દીધુ. આ ભારતીય બોલરે ધુઆંધાર બોલિંગ કરીને પાવરપ્લેમાં શ્રીલંકાની 4 વિકેટ લીધી. આ તેમની બોલિંગની કમાલ હતી, જે શ્રીલંકાની ટીમ માત્ર 73 રન પર સમેટાઈ ગઇ છે. ભારતીય ટીમે ત્રીજી મેચમાં મહેમાનોને રેકોર્ડ 317 રનથી હરાવ્યાં. મોહમ્મદ સિરાજ આ દરમ્યાન 20 વર્ષમાં પાવરપ્લેમાં ભારત તરફથી બેસ્ટ બોલિંગ કરનારા ત્રીજા બોલર બન્યાં. આવો તમને ભારતના એવા બોલર અંગે જણાવીએ, જેમણે વન-ડેમાં પાવરપ્લેમાં અત્યાર સુધી બેસ્ટ બોલિંગ કરી છે.

સિરાજ ત્રીજા બોલર 

છેલ્લાં 20 વર્ષોમાં જોવામાં આવે તો ભારત તરફથી પાવરપ્લેમાં બેસ્ટ બોલિંગ કરવાનો રેકોર્ડ ભુવનેશ્વરના નામે છે. તેમણે શ્રીલંકા સામે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરીને 7 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ યાદીમાં તેઓ પહેલા સ્થાને છે. ભારતીય ટીમના પેસર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે પાવરપ્લેમાં 9 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે પાવરપ્લેમાં ખતરનાક બોલિંગ કરીને 17 રન આપીને ચાર વિકેટ લીધી. તો ઘણા વર્ષ પહેલા જવાગલ શ્રીનાથે શ્રીલંકા સામે આક્રમક બોલિંગ કરીને પાવરપ્લેમાં 20 રન આપીને 4 વિકેટ ખેરવી હતી. 

ભારત 3-0થી જીતી સીરીઝ 

ભારતીય ટીમ શ્રીલંકા સામે વન-ડે સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી. વન-ડે સીરીઝમાં ભારતીય ટીમે શ્રીલંકાનો 3-0થી વ્હાઈટ વોશ કર્યો. ભારતીય ટીમે ગુવાહાટીમાં રમેલી પહેલી વન-ડે મેચમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું. બીજી તરફ કોલકત્તામાં બીજી વન-ડે મેચમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટથી હાર આપી. જ્યારે તિરૂવનંતપુરમમાં થયેલી અંતિમ મેચમાં ભારતીય ટીમે મહેમાનોને 317 રનથી હરાવ્યાં. આ રીતે ભારતે ત્રણ વન-ડે મેચની સીરીઝમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ