બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs sa semifinal icc u19 world cup 2024 india beats south africa reach final

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાની યુવા બ્રિગેડે હાથમાંથી ગયેલી મેચ જીતી, U19 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની એન્ટ્રી, સચિન-ઉદય હીરો

Dinesh

Last Updated: 10:16 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: ઉદય સહારનની કપ્તાનીવાળી ભારતીય ટીમે રોમાંચક સેમીફાઈનલ મેચમાં છેલ્લી ઓવરમાં 2 વિકેટે જીત મેળવી અને સતત પાંચમી વખત ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી

  • અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની ફાઈનલમાં એન્ટ્રી
  • કેપ્ટન સહારન અને સચિન ધાસે આ મેચમાં ટીમને જીત અપાવી


ભારતના યુવા ક્રિકેટર સિતારાઓ ફરી એકવાર કમાલ કરી બતાવ્યું છે. સાઉથ આફ્રીકામાં રમાઈ રહેલી આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે જીતને યાથવાત રાખીને ફાઈનલમાં જગ્યા બની લીધી છે. ઉદય સહારનની કપ્તાનીવાળી ભારતીય ટીમે રોમાંચક સેમીફાઈનલ મેચમાં છેલ્લી ઓવરમાં 2 વિકેટે જીત મેળવી અને સતત પાંચમી વખત ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી. કેપ્ટન સહારન અને સચિન ધાસે આ મેચમાં ટીમને જીત અપાવી હતી. જેમણે 171 રનની જબરદસ્ત ભાગીદારી કરીને હાર તરફ જઈ રહેલી ટીમને જીતમાં પલટી હતી. 

ઉદય અને સચિનની દમદાર બેટિંગ
ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજથી લઈને સુપર સિક્સ સુધીની તમામ મેચો જીતનાર ટીમ ઈન્ડિયાને અત્યારસુધીની આ મેચોમાં પહેલીવાર પડકારનો સામનો કરવો પડ્યો હતો. જેનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર સ્ટાઈલમાં વાપસી કરી અને જીત નોંધાવી છે. બેનોનીમાં 6 ફેબ્રુઆરી મંગળવારના રોજ રમાયેલી આ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ જીતનો ઝંડો રોપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ માત્ર 244 રન કર્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ 40 રન પહેલા જ 4 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ ઉદય અને સચિને યાદગાર ભાગીદારી કરી અને ટીમને જીત તરફ દોરી ગયા હતા.

ઓપનરની વિકેટો લિંબાનીએ ખેરવી હતી 
સાઉથ આફ્રિકાની ટીમે આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. દર મેચની જેમ આ વખતે પણ ભારતી બોલર રાજ લિંબાનીને પાવરપ્લેમાં જ સફળતા મળેવી હતી. 9 ઓવરમાં સાઉથ આફ્રિકાના વિસ્ફોટક ઓપનર સ્ટીવ સ્ટોક અને ડેવિડ ટીગર ગુમાવી દીધા હતાં. બંન્ને ઓપનરને લિંબાનીએ શિકાર બનાવ્યો હતા. જે બાદ લૂઅન ડ્રિ પ્રિટોરિયસ અને રિચર્ડ સેલત્સવેન વચ્ચે 72 રનોની ભાગીદારી થઈ હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ