બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs PAK gautam gambhir not in favour of india pakistan match

IND vs PAK / ગૌતમ ગંભીર નથી ઈચ્છતો કે ભારત પાકિસ્તાન સાથે ક્રિકેટ રમે, જાણો કારણ

Arohi

Last Updated: 10:05 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs PAK: ભારતીય ટીમના પૂર્વ સલામી બેટ્સમેન ગૌતમ ગંભીરનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ ન થવી જોઈએ.

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે ન થવી જોઈએ મેચ 
  • જાણો કેમ ગૌતમ ગંભીર માને છે આવું? 
  • કહ્યું- સૈનિકોના જીવથી વધારે બીજુ કંઈ નથી 

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂ વખતે પાકિસ્તાનની સાથે ક્રિકેટ મેચને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે એ પક્ષમાં નથી કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ થાય. ગંભીર આ પહેલા પણ પાકિસ્તાન અને પાકિસ્તાની ખેલાડીઓને લઈને આ પ્રકારનું નિવેદન આપી ચુક્યા છે. 

પાકિસ્તાનની સાથે મેચ રમવાના પક્ષમાં નથી ગૌતમ ગંભીર 
એક રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીરને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ રમાવવી જોઈએ. ગંભીરે તેનો જવાબ આપતા તેનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું, "કોઈ પણ ક્રિકેટ મેચ આપણા જવાનોના જીવનથી વધારે નથી. કોઈ પણ મેચ મહત્વની નથી."

ભારત હવે ફક્ત આઈસીસી અને ICC ટ્રોફીમાં જ ટીમ ઈન્ડિયાનો સામનો કરે છે. જોકે આ ટીમની વચ્ચે કોઈ પણ ફોર્મેટમાં દ્વિપક્ષીય સીરીઝ નથી રમવામાં આવતી. 

WTCમાં ભારતની હારનું કારણ જણાવ્યું 
ગંભીરે અહીં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની હાર વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં લોકો ટીમને લઈને નહીં પરંતુ અમુક જ ખેલાડીઓને લઈને જનૂન રાખે છે અને તે ભારતની આઈસીસી ટ્રોફી ન જીતવાનું મોટુ કારણ છે. 

ભારતની હાર બાદ ગંભીરે કહ્યું, "મને લાગે છે કે આ વાત ઘણા લોકો નહીં કહે. પરંતુ હકીકત દુનિયાની સામે આવવી જોઈએ. આપણો દેશ ટીમને લઈને જનૂની ન હતી. પરંતુ ટીમના મોટા ખેલાડીઓને લઈને જનૂની છે. આપણે એક ખેલાડીને ટીમથી મોટો માનીએ છીએ. ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાકી દેશોમાં ટીમ મોટી છે, એક ખેલાડી નહી.  આજ કારણ છે કે આપણે લાંબા સમયથી આઈસીસી ટ્રોફી નથી જીતી શક્યા. કારણ કે આપણે ટીમથી વધારે એક ખેલાડીથી ઓબ્સેસ્સેડ રહીએ છીએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ