બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs eng 2nd semifinal virat kohli latest injury update ahead of india vs england

ટી 20 વર્લ્ડ કપ / હર્ષલ પટેલની બોલ પર ઘાયલ થયો કોહલી, થોડા સમય માટે આખી ટીમ ઈન્ડિયાનું વધી ગયું ટેન્શન!

Premal

Last Updated: 01:59 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 વર્લ્ડ કપ 2022માં ભારત પોતાની સેમી ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ સામે 10 નવેમ્બરે રમવાની છે. 9 નવેમ્બરે પ્રેક્ટિસ સેશન દરમ્યાન વિરાટ કોહલીને ઈજા આવી છે, જેને પગલે તેઓ નેટ્સથી પણ જતા રહ્યાં.

  • પ્રેક્ટિસ સેશન દરમ્યાન વિરાટ કોહલીને થઇ ઈજા
  • હર્ષલ પટેલની બોલિંગમાં વિરાટને જાંઘમાં થઇ ઈજા
  • ઈજાગ્રસ્ત થવાથી કોહલી નેટ્સમાંથી જતા રહ્યાં હતા  

સેમી ફાઈનલ મેચ પહેલા વિરાટ થયો ઈજાગ્રસ્ત 

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022માં ભારત પોતાની સેમી ફાઈનલ મેચ 10 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમશે. 9 નવેમ્બરે એડિલેડ ઓવલ મેદાન પર જ્યારે ભારતીય ટીમ પ્રેક્ટિસ માટે પહોંચી તો આ દરમ્યાન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયા. હર્ષલ પટેલની બોલિંગમાં વિરાટને જાંઘમાં ઈજા થઇ. ત્યારબાદ તેઓ નેટ્સમાંથી જતા રહ્યાં. રેવસ્પોર્ટ્સે વિરાટના ઈજાના અહેવાલ ટ્વિટર પર શેર કર્યા. જો કે, ત્યારબાદ અહેવાલ આવ્યાં કે વિરાટ કોહલીને હવે સારું છે અને તેમણે પ્રશંસકોની સાથે સેલ્ફી પણ લીધી છે.

વિરાટે ટી20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવ્યાં

આ મેગા ઈવેન્ટમાં વિરાટ કોહલી સારા ફોર્મમાં છે. વિરાટે આ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022માં તો સૌથી વધુ રન બનાવ્યાં છે. આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં પણ હવે તેમના નામે સૌથી વધુ રન નોંધાયેલા છે. સુપર-12 રાઉન્ડ દરમ્યાન વિરાટ કોહલીએ પાંચ ઈનિંગમાં 123ની સરેરાશ અને 138.98ની સ્ટ્રાઈક રેટથી કુલ 246 રન બનાવ્યાં છે. તો વિરાટ બાદ ટી20 વર્લ્ડ કપ 2022માં ભારત તરફથી બીજો સૌથી વધુ રન બનાવનાર બેટર સૂર્યકુમાર યાદવ છે. 

સૂર્યકુમાર યાદવે 193.97ની સ્ટ્રાઈક રેટથી કુલ 225 રન બનાવ્યાં

સૂર્યકુમાર યાદવે પાંચ મેચમાં 75ની સરેરાશ અને 193.97ની સ્ટ્રાઈક રેટથી કુલ 225 રન બનાવ્યાં છે. ભારતે પાંચમાંથી ચાર મેચ જીતીને ગ્રુપ-2માં ટોપ પર રહીને સેમીફાઈનલની ટિકિટ કપાવી. ભારત માત્ર એક મેચ દક્ષિણ આફ્રિકા સામે હાર્યુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ