બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Aus: Man of the match K L Rahul revealed the winning plan of Virat Kohli for this match

World Cup 2023 / 2 રન પર 3 વિકેટ બાદ કેવી રીતે ટીમ ઈન્ડિયાએ પલટી મેચ, રાહુલે જાહેર કર્યું કોહલીના પ્લાન રહસ્ય, એક જ વાત ગળે ઉતારી દીધી

Vaidehi

Last Updated: 05:39 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind vs Aus World Cup 2023: ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમની સામે 6 વિકેટથી જીત મેળવી. મેન ઓફ ધ મેચ કેએલ રાહુલે વિરાટ કોહલીનાં વિજયી પ્લાન વિશે મીડિયાને જણાવ્યું.

  • ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયા ટીમની જીત મેળવી
  • કેએલ રાહુલ અને વિરાટ કોહલીની પાર્ટનરશીપ રંગ લાવી
  • મેચ બાદ રાહુલે કિંગ કોહલીનાં સુપર પ્લાન વિશે જણાવ્યું 

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ની પોતાની પહેલી જ મેચમાં ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 6 વિકેટથી માત આપી છે. ચેન્નઈની સ્પિન લેતી કઠીન વિકેટ પર ટીમ ઈન્ડિયાએ વિજય મેળવ્યો છે. ઑસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા માટે 200 રનનો લક્ષ્ય રાખ્યો હતો. ભારતે પહેલી 3 વિકેટ  માત્ર 2 રનમાં ગુમાવી દીધી. પણ વિરાટ અને રાહુલની જોડીએ ટીમ ઈન્ડિયાને જીત અપાવી.  રાહુલે સિનિયર ખેલાડી કોહલીનાં પ્લાન અંગે મીડિયાને જણાવ્યું.

3 દિગ્ગજ ખેલાડીઓ 0 પર આઉટ
200 રનનો લક્ષ્ય પૂરો કરવાની રેસમાં ટીમ ઈન્ડિયાની 2 રન પર 3 વિકેટ પડી ગઈ. કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ત્રણેય 0 પર આઉટ થયાં. આ બાદ કોહલીએ રાહુલની સાથે કમાન સંભાળીને 165 રનની પાર્ટનરશીપ કરી. કોહલીએ 116 બોલ પર 85 રનની ઈનિંગ રમી. જેમાં છ ચોગ્ગાં હતાં.

મેચમાં 165 રનની પાર્ટનરશીપ
ઑસ્ટ્રેલિયાની સામે 97 રનની ઈનિંગ રમીને ભારતને વર્લ્ડકપની પોતાની પહેલી મેચમાં 6 વિકેટ પર જીત અપાવનારા કેએલ રાહુલે કહ્યું કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શરૂઆતી ઓવરોમાં વિકેટો પડ્યાં બાદ તેમને ટેસ્ટ મેચની જેમ બેટિંગ કરવાની સલાહી આપી હતી. રાહુલ અને કોહલીએ આ મેચમાં 165 રનની પાર્ટનરશીપ કરી હતી.

કોહલીનો પ્લાન
મેન ઓફ ધ મેચ બનેલા રાહુલે મેચ બાદ કહ્યું કે,' હું અને કોહલી વધારે વાત નહોતા કરી રહ્યાં. હું શરૂઆતમાં સંભાળીને રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું નાહીને ડ્રેસિંગરૂમમાં બેઠો જ હતો કે ત્રણ વિકેટ પડી ગઈ. કોહલીએ મને કહ્યું કે રિસ્ક વગરનાં શોટ્સ રમવાની સાથે-સાથે થોડીવાર માટે આપણને ટેસ્ટ ક્રિકેટની જેમ મેચ રમવી પડશે. ઈનિંગની શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને મદદ મળી રહી હતી પણ પછીથી ધુમ્મસનાં કારણે પરિસ્થિતિઓ બેટ્સમેન માટે સરળ થઈ ગઈ.'

આ જીતનો શ્રેય વિરાટ અને રાહુલની પાર્ટનરશીપને..
છગ્ગો લગાડીને ટીમને જીત અપાવનારા બેટ્સમેન રાહુલે કહ્યું કે,' હું છેલ્લે-છેલ્લે વિચારી રહ્યો હતો કે હું કઈ રીતે 100 રન સુધી પહોંચી શકું છું. મેં વિચાર્યું કે જો એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારવામાં આવે તો આ શક્ય છે. મેં ચોગ્ગો લગાડવાનો પ્રયાસ કર્યો પણ બોલનો બેટ સાથે સંપર્ક સારી રીતે થઈ ગયો. મને તો વિશ્વાસ જ નહોતો કે હું ક્યારેય પણ સદી ફટકારી શકીશ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ