બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / IND vs AUS final match security police officers miss Gandhinagar

કવાયત / IND vs AUS ફાઇનલ મેચની સુરક્ષામાં ચૂક થતા પોલીસ અધિકારીઓને ગાંધીનગરનું તેડું, ગૃહ વિભાગે લીધી ગંભીર નોંધ

Priyakant

Last Updated: 03:06 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Latest News: વર્લ્ડ કપની મેચમાં સુરક્ષાની ચુક બદલ અમદાવાદ પોલીસ અધિકારીઓને ગાંધીનગરનું તેડું, ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓ સાથે કરશે ચર્ચા

  • અમદાવાદ પોલીસ અધિકારીઓને ગાંધીનગરનું તેડું
  • વર્લ્ડ કપની મેચમાં સુરક્ષાની ચુક બદલ તેડું
  • મેચ દરમિયાન યુવક ઘુસ્યો હતો મેદાનમાં
  • ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓ સાથે કરશે ચર્ચા
  • ક્રાઈમ બ્રાન્ચે વિદેશી યુવકની કરી ધરપકડ

World Cup 2023 : અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા મેચ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વર્લ્ડકપની મેચ દરમિયાન સુરક્ષામાં ચુક બદલ અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓને ગાંધીનગરથી તેડું આવ્યું છે. મહત્વનું છે કે, મેચ દરમિયાન ક્રિકેટના મેદાનમાં એક યુવક ઘુસ્યો અને તે ચેક વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. આ તરફ સમગ્ર ઘટનાની ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે અને હવે ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓ સાથે ચર્ચા કરશે. 

અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે. જોકે ગઈકાલે મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના પણ સામે આવી હતી. વિગતો મુજબ મેચ દરમિયાન મેદાનમાં એક યુવકે ગેરકાયદેસર પ્રવેશ કરી લીધો હતો. જે બાદમાં યુવકની પોલીસનો અટકાયત કરવામાં આવી હતી. જોકે આ ઈસમની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. હાલ આ મામલે ચાંદખેડા પોલીસે ઈસમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ યોજાઇ હતી. આ તરફ ભારતની બેટિંગ દરમિયાન પેલેસ્ટાઈન સમર્થક એક યુવક વિરાટ કોહલી પાસે સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો. જે બાદમાં સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ પોલીસની પૂછપરછમાં યુવકનું નામ વેન જોનશન અને તે મૂળ ઓસ્ટ્રેલિયાનો હોવાનું સામે આવ્યું છે.

યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 
ગેરકાયદેસર રીતે વિરાટ કોહલી સુધી પહોંચવાના પ્રયાસ કરનાર ઈસમ વેન જોનશન સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ યુવકે વિરાટ કોહલીને ગલે લગાવીને મેચને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી હતી. આ સાથે તેને પોલીસને ધક્કો મારીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તેણે પોતે વિરાટ કોહલીનો ફેન હોવાથી આવું કર્યું હોવાનું તપાસમાં જણાવ્યું છે. વિદેશી યુવકના ટીશર્ટ પર વિવાદિત લખાણને લઈને કોઈ ઉલ્લેખ નથી. ટીશર્ટ પર Stop Bombing Palestine લખેલું હતું. ચાંદેખદા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પેલેસ્ટાઈન સમર્થક હતો ઈસમ 
આ તરફ પેલેસ્ટાઈન સમર્થક સુરક્ષા તોડીને મેદાનમાં ઘૂસી જતા ચકચાર મચી ગઈ છે. આ ફેન દોડીને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે પહોંચ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. તેની ટી-શર્ટ અને ચહેરા પરના માસ્કથી તેને ઓળખી શકાય છે. તેની પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. આ યુવકને અચાનક જોઈને કોહલી ઘડીક તો ડરી ગયો હતો. પરંતુ બાદમાં સિક્યુરિટી જવાનો પહોંચી ગયા હતા, અને તાબડતોડ યુવકને બહાર લઈ જવાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ