બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs AUS 3rd t20 india has chance to break pakistans most win in t20i world record

ક્રિકેટ / ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં આજે સૂર્યકુમાર યાદવ સર્જી શકે છે 3 મોટા રેકોર્ડ, ભારતની જીતથી આ ટીમને લાગશે મોટો ઝટકો

Arohi

Last Updated: 08:27 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs AUS 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રીજી ટી20 મેચ આજે ગુવાહાટીમાં થશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 5 મેચોની સીરિઝમાં 2-0થી આગળ છે.

  • આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટી20 મેચ 
  • સૂર્યકુમાર યાદવ આજ બનાવી શકે છે 3 મોટા રેકોર્ડ 
  • ભારતની જીતથી પાકિસ્તાનને લાગશે ઝટકો 

ટીમ ઈન્ડિયાની નજર ઓસ્ટ્રેલિયાના સામે આજે ટી20 સીરિઝ જીતવા પર રહેશે. 5 મેચોની સીરિઝમાં ભારતીય ટીમ 2-0થી આગળ ચાલી રહી છે. ત્રીજી મેચ ગુવાહાટીમાં થવાની છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચ જીતીને 3 મોટા રેકોર્ડ બનાવી શકે છે. સૂર્યાની આગેવાનીમાં યુવા ભારતીયટીમે અત્યાર સુધી સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 

સીરિઝની પહેલી મેચમાં ટીમે 209 રનનો શાનદાર લક્ષ્ય મેળવ્યો છે. પછી બીજી મેચમાં 235 રન બનાવી 44 રનથી જીત મેળવી. યશસ્વી જાયસવાલ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન પાસે એક વખત ફરી સારૂ પ્રદર્શન કરવાની આશા છે. 

આ રેકોર્ડ બનાવી શકે છે સૂર્યકુમાર યાદવ 
સૂર્યકુમાર યાદવ પહેલી વખત ટીમની કેપ્ટન્સી કરી રહ્યા છે. એવામાં તે કેપ્ટન તરીકે પોતાની પહેલી જ સીરિઝ જીતવા માંગશે. સૂર્યા ટી20માં 2 હજાર રન બનાવવાથી ફક્ત 60 રન દૂર છે. જો તે મેચમાં 60 રન બનાવી લેશે તો ટી20 ઈન્ટરનેશનલમાં 2 હજાર રન બનાવનાર ચોથા ભારતીય બની જશે. 

તેના પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જ આમ કરી શક્યા છે. ભારતીય ટીમ જો આ મેચ જીતી લેશે તો ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે મેચ જીતનાર ટીમ બની જશે. તેની સાથે પાકિસ્તાનનો મોટ રેકોર્ડ તૂટી જશે. 

211માંથી 135 મેચ જીતી 
ટી20 ઈન્ટરનેશનલની વાત કરવામાં આવે તો હાલ ભારત અને પાકિસ્તાન સંયુક્ત રીતે જીતના મામલામાં ટોપ પર છે. ટીમ ઈન્ડિયાએ 211માંથી 135 મેચ જીતી છે. 66માં હાર મળી છે. બીજી બાજુ પાકિસ્તાને 226માંથી 135 મેચમાં જીત મેળવી છે. 82માં હાર મળી છે. 

ન્યૂઝીલેન્ડને પણ  102 મેચમાં જીત મળી છે. અન્ય કોઈ ટીમ અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલમાં 100 જીત સુધી નથી પહોંચી શકી. ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધી 179 મેચ રમી છે. 94માં તેને જીત મળી છે જ્યારે 78માં હાર. 

ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર 
ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ટી20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયાના સામે શાનદાર છે. બન્નેની વચ્ચે અત્યાર સુધી 28 મેચ રમાઈ છે. ભારતીય ટીમ 17 મેચ જીતવામાં સફળ રહી છે. બીજી બાજુ કાંગારૂ ટીમ ફક્ત 10 જ મેચ જીત શકી છે. એક મેચનું રિઝલ્ટ નથી આવ્યું. બન્ને ટીમોની વચ્ચે રમાયેલ ત્રણ અંતિમ 5 ટી20 મેચની વાત કરીએ તો ભારતીય ટીમને 4માં જીત મળી છે જ્યારે ઓસ્ટ્રેલિયાને ફક્ત એક જ મેચમાં જીત મળી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ